Posts

Showing posts from 2014

પ્રકાશપૂંજમાંથી પ્રકાશ લઈને પોતાનું કોડિયું પ્રકટાવનારા કોઈક જ હોય છે. મોટા ભાગના તો એના અજવાળે જ ચમકી રહેવાનો ટૂંકો અને ઓછી મહેનતનો સ્વાર્થી માર્ગ અપનાવે છે.

કલાકાર થોડા દુઃખી હતા. કારણ સાવ સીધું હતું. વર્ષો જૂનું હતું, પણ એમની સાથે આવું બની શકે એવું એમણે ધાર્યું નહોતું એટલે વધુ દુઃખી હતા. એ પોતે સફળ હતા. પ્રત્યેક પાસા પોબાર પડતા હતા. એમણે માંડેલી ચોપાટ પર બધાં જ સોગઠાં એમની આજ્ઞાા મુજબ જ ચાલતા હતા. એ દરેકને એ પોતાની ઇચ્છા પ્રમાણે, પોતાના ઈશારે ચલાવતા હતા. એમને વાપરતા હતા અને ધાર્યું નિશાન પાડતા હતા. ઘણા ખુશ હતા પોતાની ચાલાકી, ચાલબાજી, ષડયંત્રોની સફળતાથી એમનાં ક્ષેત્રમાં એમની સફળતા સર્જીત પ્રતિષ્ઠા હતી અને એને કારણે એ સતત પ્રશંસકો, ચમચાઓ, ગણત્રીબાજોથી ઘેરાયેલા રહેતા હતા. જાત સાથે વાત કરવાતો સમય જ નહોતો રહેતો, અને એવી ઇચ્છા પણ નહોતી થતી. કદાચ, હિંમત પણ નહોતી ચાલતી, કારણ કે આ પત્તાનો મહેલ છે એ વાત એ મનોમન જાણતા પણ હતા જ. પણ અનુકૂળ પવનમાં એ ટકી રહેલો એટલે એ પક્ષનો છે એ વાત જ વિસરાઈ ગઈ હતી. એવામાં પ્રતિકૂળતાની લહર ચાલી અને પરિણામ જે સ્વાભાવિક હતું એ જ આવ્યું. કલાકારે એ ધાર્યું નહોતું એટલે આઘાત પામ્યા અને દુઃખી થઈ ગયા. એમણે ધારેલું કે પત્તાના મહેલની સામે પ્રતિકૂળ પવન કદી વાશે જ નહિ. અને પછી એ ધારણા એવી ભ્રમણાની જનની બની કે એમને પત્તાન...