Tuesday 14 December 2021

ગીતા જયંતી

ગીતા જયંતી માગશર સુદ અગિયારસ एकं शास्त्रं देवकीपुत्र-गीतम्

યુદ્ધ મેદાનની મધ્યમાં પોતાના જ સ્વજનોને સામે જોઇને જ્યારે શ્રેષ્ઠ યોદ્ધા અર્જુન મોહ,સંશય અને શોક ગ્રસ્ત થઈને બોલે છે કે યુદ્ધ નહીં કરુ ત્યારે રથ ના સારથી એવા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આવા કસમયે ઉત્પન્ન થયેલ મોહ અને શોક ત્યજીને પોતાના નિયત કર્મ અને કર્તવ્ય કરવા પ્રેરે છે , બંને વચ્ચેનો આ સંવાદ એટલે ભગવદ્ ગીતા . કુલ 700 શ્લોકમંથી 575 શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાય છે .  

 અધ્યાય 2 ના ત્રીજા શ્લોક માં क्षुद्रं हृदयदौर्बल्यं, त्यत्तवोतिष्ठ परंतप હૃદયની દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા થી શરૂ કરીને અધ્યાય 18 ના શ્લોક 63 માં ભગવાન કહે છે આ ગોપનીય થી અતિ ગોપનીય જ્ઞાન મે તને કહી દીધું હવે તું यथेच्छसि तथा कुरु તારી રીતે વિચારીને જેમ ઈચ્છે એમ કર 

અને અંતમાં આ મારાથી નહિ થાય થી શરૂ થયેલ આ સંવાદ બાદ અર્જુન કહે છે આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે , સ્મૃતિ મેળવી લીધી છે અને હું સંશય રહિત થઈને સ્થિત છું માટે करिष्ये वचनं तव આપની આજ્ઞાનું પાલન કરીશ.


જય શ્રી કૃષ્ણ

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...