Wednesday 9 June 2021

કુંડેશ્વર મહાદેવ મંદિર , આબુરાજ

કુંડેશ્વર મહાદેવ , માઉન્ટ આબુના ગુરુ શિખરની નીચેના ભાગે , ઊત્રજ ગામ થી નજીક આવેલ આ પૌરાણિક મહાદેવજીનું સ્થાનક છે.અહી આસ્થા સાથે પ્રકૃતિના દર્શન થાય છે. આબુરાજ પર્વતમાં આવેલ આ મંદિર જવા માટે અસવા,ઉડવારિયા થઈને અંદાજે 7 કિમી જેટલા જંગલ વિસ્તારમાંથી જતા આ પવિત્ર મંદિર આવે છે.મંદિરની આસપાસમાં નાના ઝરણાં તેમજ ધોધ સાથે સાથે અનેક પ્રકારની વન ઔષધિઓ અહીંયા જોવા મળે છે.મોટા મોટા ઝાડ તેમજ પથ્થરો થી ઘેરાયેલું આ મંદિર જીવ ને શિવ સાથે મેળવે છે. આબુરાજમાં વસતા સાધુ મહાત્માઓના તપથી આ સ્થાનક પવિત્ર થયેલ છે. આસપાસના લોકો માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે.પક્ષીઓના કલરવ અને વાનર સેનાની હુપાહુપથી આસપાસનું વાતાવરણ મનમોહક બની રહે છે.

કુંડેશ્વર મહાદેવ અહી શ્રદ્ધાની સાથે પ્રકૃતિનું સૌંદર્ય અનુભવાય છે.

1 comment:

  1. જય કુંડેશ્વર- અલખ નિરંજન

    ReplyDelete

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...