Posts

લીટી

એકબીજાની લીટી લાંબી ટૂંકી કરવા બેઠા શકુનીઓ ભેગા જાણે સોગઠી રમવા બેઠા કોઈના હકને આખેઆખો ઓળવી લેવા : વાંદરાં ત્રાજવા તોળી હિસાબ કરવા બેઠા ‘દેવ’ કહો કે ‘દૈવ’ને નામે છોડીએ શું શું ? છીનવી અમારું પોતાનું ઘર ભરવા બેઠા માલિક થઇ ગ્યા જાતે જ બોલો શું કહેવું ? લૂચ્ચાઓ સ્વયંનું જ મંદિર ચણવા બેઠા

સ્વમાન

સ્વમાન નેવે મૂકી તારે માનપાન પામવું છે ; હજુ શું બાકી રહ્યું છે તે તારે પામવું છે ... :-કૃણાલ ભટ્ટ 

દુઃખ

ક્યાંક ક્ષણના કાફલા ફૂંકી જવાના હોય છે, ક્યાંક કાંધે ભાર એ વેંઢારવાના હોય છે, હો ભલે વેઢે તમારા દુઃખના ટશિયા બધા, એક ફિક્કું સ્મિત દઈ, ભૂલી જવાના હોય છે. - સંજય પંડયા

સુખ

સુખનું એક દ્વાર બંધ થઈ જવાની સાથે બીજું દ્વાર ખૂલી જતું હોય છે, પરંતુ આપણે બંધ દ્વાર તરફ એટલો બધો સમય જોતા રહીએ છીએ કે ખુલ્લું દ્વાર જોઈ જ શકતા નથી.

અનુસંધાનમાં

કેટલીક ગઝલ વાંચતાવેંત સીધી જ દિલમાં વાસો કરી જતી હોય છે. જોઈ લ્યો આ ગઝલ જ.  #અનુસંધાનમાં – નિનાદ અધ્યારુ એટલું માંગી લીધું વરદાનમાં, કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં ! આમ તો ફરતો નથી ગુમાનમાં, આ તો તું આવી ને, એના માનમાં ! એમ પીડાઓ મજા કરતી રહી, જાણે આવી હોય મારી જાનમાં ! સાવ તાજા જન્મેલા એક બાળકે- આખી હોસ્પિટલને લીધી બાનમાં ! જીવ વિના પંડ એવું લાગતું, શેઠ જાણે છે જ નહિ દુકાનમાં ! ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં, જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં ! આમ પહેલા પાને ના શોધ્યા કરો, હું મળીશ તમને અનુસંધાનમાં ! ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં, કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ? યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’, જેમ કાથો રંગ પકડે પાનમાં. – નિનાદ અધ્યારુ

શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે.

#ક્યારેક  શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે. ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી કદી, ને કંઈક વર્ષો દ્રાક્ષ પણ હંફાવે છે હિમપાતને; હરિયાળી ફૂલે-ફાલે, નિષ્ફળ પાક પણ જાતો નથી, ક્યારેક માણસ ઊંચું તાકે, ને બધું સારું બને. ક્યારેક લોકો પાછી પાની પણ કરે છે યુદ્ધથી; ચૂંટે છે પ્રામાણિકને, ને કાળજી પૂરતી કરે, કે કોઈ અણજાણ્યો ગરીબીમાં ન સબડે ભૂલથી. કેટલાક લોકો જે થવાને જન્મ્યા છે, બસ, એ બને. ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી, ક્યારેક જે કરવા વિચાર્યું હોય એ કરીએ છીએ. સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે. – શીનાઘ પ્યુ (અનુ. વિવેક મનહર ટેલર)

ભાગ્ય

ભાગ્ય ગાંડી નદી જેવું છે, એ અનુકૂળ હોય ત્યારે પાણી સાચવતાં બંધ બાંધી રાખનારને એ તોફાને ચડે ત્યારે ઓછી તકલીફ પડે છે!