Saturday 7 June 2014

પ્રકાશપૂંજમાંથી પ્રકાશ લઈને પોતાનું કોડિયું પ્રકટાવનારા કોઈક જ હોય છે. મોટા ભાગના તો એના અજવાળે જ ચમકી રહેવાનો ટૂંકો અને ઓછી મહેનતનો સ્વાર્થી માર્ગ અપનાવે છે.

કલાકાર થોડા દુઃખી હતા.

કારણ સાવ સીધું હતું. વર્ષો જૂનું હતું, પણ એમની સાથે આવું બની શકે એવું એમણે ધાર્યું નહોતું એટલે વધુ દુઃખી હતા.
એ પોતે સફળ હતા. પ્રત્યેક પાસા પોબાર પડતા હતા. એમણે માંડેલી ચોપાટ પર બધાં જ સોગઠાં એમની આજ્ઞાા મુજબ જ ચાલતા હતા. એ દરેકને એ પોતાની ઇચ્છા પ્રમાણે, પોતાના ઈશારે ચલાવતા હતા. એમને વાપરતા હતા અને ધાર્યું નિશાન પાડતા હતા. ઘણા ખુશ હતા પોતાની ચાલાકી, ચાલબાજી, ષડયંત્રોની સફળતાથી એમનાં ક્ષેત્રમાં એમની સફળતા સર્જીત પ્રતિષ્ઠા હતી અને એને કારણે એ સતત પ્રશંસકો, ચમચાઓ, ગણત્રીબાજોથી ઘેરાયેલા રહેતા હતા. જાત સાથે વાત કરવાતો સમય જ નહોતો રહેતો, અને એવી ઇચ્છા પણ નહોતી થતી. કદાચ, હિંમત પણ નહોતી ચાલતી, કારણ કે આ પત્તાનો મહેલ છે એ વાત એ મનોમન જાણતા પણ હતા જ. પણ અનુકૂળ પવનમાં એ ટકી રહેલો એટલે એ પક્ષનો છે એ વાત જ વિસરાઈ ગઈ હતી.
એવામાં પ્રતિકૂળતાની લહર ચાલી અને પરિણામ જે સ્વાભાવિક હતું એ જ આવ્યું. કલાકારે એ ધાર્યું નહોતું એટલે આઘાત પામ્યા અને દુઃખી થઈ ગયા. એમણે ધારેલું કે પત્તાના મહેલની સામે પ્રતિકૂળ પવન કદી વાશે જ નહિ. અને પછી એ ધારણા એવી ભ્રમણાની જનની બની કે એમને પત્તાનો મહેલ ચિરંજીવ લાગવા માંડેલો. વળી એવી હૈયાધારણ પણ ખરી કે જરૃર પડયે પત્તાને પડતાં બચાવવા અનેક હથેણીઓ આડી ગોઠવાઈ જશે. પણ એવું કશું બન્યું નહિ. ઉપરથી, એમની પોતાની હથેળી પણ પત્તાના મહેલને બચાવવા ટૂંકી પડી કલાકાર દુઃખી હતા એનું કારણ એમની ખોટી પડેલી ધારણા હતી એ જે હથેલીઓ પર મુસ્તાક હતા એ હથેળીઓ ખસી ગયાનો અનુભવ આકરો હતો. આ એ જ હથેળીઓ હતી કે જે તાળીઓના ગડગડાટ કરતી હતી. વાતે વાતે ટાપસી પૂરતી તાલી લેવા આગળ ધરાતી હતી. હવે એ જ અંદરો અંદર તાળીઓ લેતી હતી. અહંકારે સર્જેલી વિવેક ભ્રષ્ટતાએ શતમુખે વિનિયાત નોતર્યો હતો. હવે આસપાસ ચોંટી રેેહેનારા દૂર ખસી રહ્યા હતા. આંગળી ઝાલનારા પહોંચો પડાવીને હાથ છોડાવી રહ્યા હતા. અન્યની નિંદા-કૂથલીમાં સાથ પૂરનારા જ હવે એમની નિંદા કૂથલીમાં કોઈ અન્યની આસપાસ વ્યસ્ત હતા. એક નવો જ મધપૂડો રચાઈ રહ્યો હતો. કલાકાર પોતાની નજર સામે જ એ જોઈ રહ્યા હતા અને કૈં કરી શકે એમ નહોતા એટલે લાચારી અને અપમાનવશ દુઃખી હતા.
આ તો એક કલાકાર હતા એટલે વધુ સંવેદનશીલ હતા. અને પોતાની પીડા સંતાડી નહોતા શકતા, બાકી આવું તો સહુની સાથે બને. પ્રસન્નતાનું વરવું પ્રદર્શન કરવાનો અહંકાર આજે પીડાના સમયે તરફડતો હતો. આવું બનવું સ્વાભાવિક છે. આમ જ બને. સમાજમાં આવા લોકો હોય જ. આપણે પણ એમાં અપવાદ નથી. લાભ જોઈને લોટનારા સહજ મળે ને ગરજ સરી કે વૈદ્ય વેરી એ પણ એટલું જ સાચું. આપણી અનેક ઉક્તિઓ આવી અનુભવ સિદ્ધ છે. પણ આપણે જ્યાં સુધી જાતે એના અનુભવમાં મૂકાતા નથી ત્યાં સુધી માનતા નથી. વાર્યા ન રહે એ હાર્યા રહે તોય સારું, પણ ક્યારેય તો વળી આ હાર્યા જુગારી જ બમણા જોશથી રમવા ઉતરે છે. જોશ અને હોશ બંનેના પ્રાસ મળે છે. એ બહુ સૂચક છે. એ સાથે ન સચવાય તો અકસ્માત નિશ્ચિત છે.
કલાકારને મળવાનું થયું ત્યારે એમણે કોઠી ધોઈને કાદવ કાઢ્યો. ચોરની માની જેમ કોઠીમાં મોં નાખીને રોવાને બદલે મુક્તપણે મન ભરીને કડવાશનો કાદવ ઉડાડયો પણ એ વધી બાબતો માટે એ પણ એટલા જ જવાબદાર હતા એ વાત ધીરે ધીરે માનતા થયા હતા. આરંભના આંચકા પછી એમને ભૂલ સમજાવા માંડી હતી. પોતાની જવાબદારી મનોમન સ્વીકારતા થયા હતા, પણ એમનો ખરો ગુસ્સો તો પેલા નજીક આવીને દૂર સરકી ગયેલાઓ પરત્ત્વે હતો. જેમ એમણે એ લોકોને વાપર્યા હતા એ જ રીતે એ સહુએ પણ એમને વાપરી લીધા હતા. બંને પક્ષનું લક્ષ્ય એક જ હતું ને સમય સંજોગ અનુસાર બંનેએ એ સિદ્ધ કર્યું હતું. હવે અન્યનો વાંક કાઢવા જેવું નહોતું. પરંતુ છેતરાયાની, વપરાયાની, વિશ્વાસઘાતની, અપેક્ષા અનુસાર ન વર્તવાની પીડા પીછો નહોતી છોડતી.
એમના એ નિકટના સાથીઓનું તો લક્ષ્ય ત્યારે પણ સ્પષ્ટ જ હતું. એમને પોતાના લાભમાં જ રસ હતો અને એ લોભે જ તેઓ નજીક આવેલા. ત્યારે એમને આવકારવાના ઉત્સાહમાં એ ભૂલાઈ ગયેલું કે આજે એમની નજીક સરી આવનારા કોઈકથી દૂર થઈને આવ્યા છે અને જેમનાથી દૂર થઈને આવેલા એમની નિંદાની વાતો કલાકારે પણ ભરપૂર રસ લઈને સાંભળેલી. હસી હસીને તાળીઓ લીધેલી, દીધેલી ત્યારે એક પળ માટે પણ એવું નહોતું વિચાર્યું કે આજે જેમની નિંદા કરે છે એમની જ નજીક કાલે આ સહુ હતા. તો શક્ય છે કે કાલે મારાથી દૂર જશે ત્યારે પણ કોઈની નજીક સરીને આ જ રીતે તાળીઓ લઈ-દઈને મારા વિષે ય હલકી વાતો કરશે. બંને પક્ષ પોતા પોતાની ગણત્રીથી ભેગા થયેલા તે ગણત્રી અનુસાર જ છૂટા પડેલા. પણ નીકટતાના અતિરેકમાં કરેલી અનેક અણગજતી વાતો અને વર્તણુક આજે હવે યાદ આવતાં હતાં.
થાય છે આવું જ. પ્રતિભાશાળી વ્યક્તિત્ત્વની આસપાસ ટોળું એકઠું થઈ જ જાય છે. પ્રકાશપૂંજમાંથી પ્રકાશ લઈને પોતાનું કોડિયું પ્રકટાવનારા કોઈક જ હોય છે. મોટા ભાગના તો એના અજવાળે જ ચમકી રહેવાનો ટૂંકો અને ઓછી મહેનતનો સ્વાર્થી માર્ગ અપનાવે છે. અલબત્ત, એમનું લક્ષ્ય પણ બહું ઊંચું હોતું નથી અને પાત્રતા કે સજ્જતા પણ સામાન્ય હોય છે. એટલે જે મળે તે મેળવી લેવાનું જ ગણિત હોય છે. આ પૈકીના કેટલાક જે ખરેખર પ્રતિભાશાળી હોય છે તે પણ સંજોગ અનુકૂળ થાય તો તરત કૂદકો લગાવે છે. તો વળી કેટલાક સૂંઠને ગાંગડે ગાંધી થઈને ફરે છે. કલાકારના નામે એ પોતાની દુકાન ચલાવે છે.
આવા જ લોકોથી પ્રતિભાવાનો ઘેરાયેલા હોય છે. એમને રાખવા કે નાથવા મુશ્કેલ છે, પણ ઓળખી લેવા પણ જરૃરી છે. આથી એમના પર મોટો મદાર ન બાંધી બેસાય અને કોઈ મોટું નુકસાન એ ન કરી જાય.
સમાજના તમામ ક્ષેત્રે આવા લોકો રહેવાના જ અમે બાળપણમાં ચાલતા ચાલતા શાળાએ જતાં તે જમાનામાં કંપાઉન્ડવોલના સ્થાને મેંદીની વાડીનો રિવાજ હતો. લીલીછમ મેંદીની વાડ પર પીળા રંગની વેલ ઓચિંતી જ દેખા દેતી અને ધીરે ધીરે એ મેંદીનો રસકસ ચૂસી લેતી. મોટા થયા પછી એનું નામ ખબર પડી એને અમરવેલ કહે છે. એ અમર છે જ આ રીતે, જ્યાં છે ત્યાંના રસકસ ચૂસીને પણ, મેંદીની વાડ સૂકાઈ જાય પછી એ વેલ તો મરતી નથી જ, એ વળી ત્યાંથી આગળ સરકી જાય છે, નવી મેંદીના રસકસ ચૂસવા. એ પાછી વળીને જોતી નથી, જેને છોડીને જાય! ટકી રહેવાની આ રીતે જ એને અમર બનાવી છે!! આવા પરોપજીવી લોકો સમાજમાં પણ મળે છે. એ લોકો જ્યાં કસ ભાળે ત્યાં પેસે છે અને રસ ચૂસ્યા પછી આઘાપાછા થઈ જાય છે, બીજા કસદારની શોધમાં!
કલાકારને આવી અમરવેલે જ ઘેરી લીધેલા, પણ એ સમયે એનો પીળચટ્ટો રંગ એમને પોતાની લીલપ સાથે શોભતો લાગેલો. હવે સત્ય સમજાયું ત્યારે મોડું થઈ ગયું છે. વેલો વાડને મૂકીને આગળ વધી ગયો છે. વેલા પાસે એ ગતિ છે, વાડ પાસે નથી, કારણ કે વાડને પોતાની ઓળખ ના મૂળિયા છે. પ્રતિષ્ઠાના મૂળિયા છે. હવે સૂકાઈ ગયે જ છૂટકો. વેલની જેમ અનુકૂળતા પ્રમાણે વહી જવાનું વાડને અનુકૂળ નથી. સમાજમાં આવા વાપરી લેનારાઓનો તોટો નથી. એને જે ટેકો આપે છે એ ભૂલ કેેરે છે. કારણ કે એ ટેકો આપનારને જ ચૂસીને તરછોડી જવાનું એમના સ્વભાવમાં જ છે. વેલા આધાર શોધે જ અને વાડ આધાર આપે જ એ વાડની મોટાઈ છે. પણ વેલાને ઓળખીને આધાર અપાય તો સારું. નહિ તો વેલો તો પોતાનો સ્વભાવ નથી જ છોડવાનો. પછી વાડના ભાગે રોવાનું જ આવવાનું. આથી જ આજે તમને વળગેલા ગઈકાલે બીજાને વળગીને રસકસ ચૂસીને હવે તમારી પાસે આવ્યા છે એ ભૂલવું ન જોઈએ. આવા વેલાને વધતા-વિસ્તરતા અટકાવવા જોઈએ. એમની હાજરીથી હરખાવાય નહિ. એના આગમનથી ચેતી જવાય.
કલાકારને પોતાની સાથેના વર્તાવ બદલ જે આઘાત લાગ્યો હતો એ એના સ્થાને વાજબી જ હતો. જેમને સફરના સાથીઓ માન્યા હતા એ તો ભાથું જમીને, થોડું ડબ્બામાંય ભરીને, આગળ વધી ગયા. હવે બે વિકલ્પ રહ્યા. યાદ કરી કરીને દુઃખી થવું, ગુસ્સે થવું, જીવ બાળવો, પસ્તાવો કરવો કે પછી શરમાવું અન્યથા આવી ભૂલને સમજી સ્વીકારીને પોતાના વાણી, વર્તન, વ્યવહારમાં શાલીનતા આણવી. અને યાદ રાખવું કે એનો સ્વીકાર જલદી નહિ જ થાય, કારણ કે તમારા અહંકારના ગરમ દૂધના દાઝેલા હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીશે. એ સ્વાભાવિક જ છે. હાથના કર્યા જ હૈયે વાગે. પરંતુ, આવા લોકોને ઓળખીને ઉઘાડા પાડવાની પ્રામણિકતા જરૃર દાખવી શકાય.
કાર્યક્ષેત્ર ગમે તે હોય, અમરવેલનો અંત ભલે ન આવે, આપણી વસંતને એ ભ્રષ્ટ કરે તે પહેલાં એને ઓળખીને કહી દેવું પડે ઃ એક બે ને સાડાત્રણ.

***** સાભાર - તુષાર શુક્લ કલાકાર થોડા દુઃખી હતા.

**** સાભાર કલાકાર થોડા દુઃખી હતા.

**** સાભાર :: તુષાર શુક્લ , ગુજરાત સમાચાર 

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...