Posts

Showing posts with the label આબુરાજ પર્વત

વસ્તાનજી મહાદેવ : નાગની ફેણ પર આવેલ મંદિર

Image
વાસ્તનજી મહાદેવનું મંદિર આબુરાજ પર્વતમાળામાં ગુરુશીખરની નીચેના ભાગે ઇશરા ગામમાં આવેલ અતિ પૌરાણિક મંદિર છે.આબુરોડથી સ્વરૂપગંજ તરફ જતા ડાબી બાજુએ અંદાજે 20 કિમી જેટલું અંદર ઇશરા ગામ આવેલ છે. આ અતિ પૌરાણિક મંદિરની જગ્યામાં શમશેરગિરિજી મુની મહારાજે કઠોર તપ કરેલ છે.અહીં મુની મહારાજની પ્રતિમા જોવા મળે છે , આ પ્રતિમા મેં જોયેલ અન્ય પ્રતિમાઓ  કરતા થોડી વિશિષ્ટ પ્રકારની દેખાવમાં છે.મુની મહારાજનું મુખ થોડું ડાબી બાજુએ ઢળેલું જોવા મળે છે. સ્થાનિક પૂજારીજી જોડે સંવાદ કરતા જાણવા મળ્યું કે એક જ સ્થાને ભગવાન મહાદેવજી અને વિષ્ણુજીની પ્રતિમા જોવા મળતી હોય એવું આ એકમાત્ર પ્રાચીન મંદિર છે.અહી એક નાની ગુફામાં પ્રવેશ કરતા જ અવિસ્મરણીય અનુભવ થાય છે . આ મંદિરમાં પહેલા શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ વિષ્ણુજીની પૂજા કરાય છે.આ સાથે જ ગરુડ ભગવાનની પ્રતિમા પણ જોવા મળે છે . આ મંદિર ખરેખર અજોડ છે. પૌરાણિક વાર્તા પ્રમાણે  ભગવાન શિવજી એ 33 કરોડ દેવી દેવતાઓને આ સ્થળે આમંત્રણ આપીને બોલાવ્યા હતા.બધા જ દેવતાઓ અહીં આવ્યા હતા ભગવાન શિવ દ્વારા સૌની  આગ...