Thursday 15 September 2022

વાર્તા

એક બિલાડીને ખાવા માટે ખીર આપવામાં આવી. બિલાડી ખીર ખાવાજ જતી હતી ત્યાં જ તેણે પાંજરામાં પકડાયેલા ઉંદરને જોયો. બિલાડીએ ખીર પડતી મૂકી અને પાંજરાની આજુબાજુ ફરવા લાગી. સહજ રીતે ખીર મળતી હતી તોય તેણે ઉંદર પર ઝપટ મારવાનો લોભ કર્યો. એવામાં એક કૂતરો સામેથી આવતો જોયો. હવે બિલાડીને જીવ બચાવ્યા સિવાય છૂટકો નો'તો. ના ઉંદર મળ્યો ના ખીર ! અને જીવ બચાવવા ત્યાંથી ભાગવું પડયું. સરળતાથી મળતું હોય તેને અવગણીને લોભમાં પડવાથી મળેલુંય જતું કરવું પડે છે.

Wednesday 24 August 2022

બનાસ નદી, બનાસકાંઠાની લોકમાતા

Banas River

રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી… 

બનાસકાંઠાની લોકમાતા , આપણી બનાસ

અજાણ્યાં અદ્ભુત રહસ્યોને
પોતાના ઉદરમાં વહન કરનારા
એ મહાસાગરો કરતાં તો
મને વહાલી લાગે છે,
મારી ઓળખીતી-પાળખીતી નદી '' બનાસ '' ...

બનાસ લોકોની આશા,
 વહેતી બે કાંઠે નદી પર્ણાશા....
  
   રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. બનાસ નદી(પર્ણાશા) કુંવારિકા છે. 
બનાસકાંઠામાં ઊતરી કચ્છના રણમાં પથરાઈ જાય છે. 

     પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી.મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે.

भारतवर्षस्थनदीपर्वतदेशानां विस्तरेण कथनम् ॥ 1 ॥
 वे लोग यहां की जिन बड़ी-बड़ी नदियों के जल पीते हैं, उनके नाम बतात हुं, सुनिये

सुनसां तमसां दासीं वसामन्यां वराणसीम् ।
नीलां धृतवतीं चैव पर्णाशां च महानदीम् ॥ 6-9-31। ( ભીષ્મ પર્વ )

सुनसा, तमसा, दासी, वसा, वराणसी, नीला, धृतवती, महानदी पर्णाशा राजन्! ये तथा और भी बहुत-सी नदियां हैं। 

वरुणस्यत्मजो वीरः स तु राजा श्रुतायुधः।
पर्णाशाजननी यस्य शीततोया महानदी॥ 7-92-44 ( દ્રોણ પર્વ )

वरुण देव ने जैसा कहा था, युद्ध भूमि में श्रुतायुध की उसी प्रकार मृत्‍यु हुई। वे सम्‍पूर्ण धनुर्धरों के देखते-देखते प्राणशून्‍य होकर पृथ्‍वी पर गिर पड़े।गिरते समय पर्णाशा के प्रिय पुत्र श्रुतायुध आंधी के उखाड़े हुए अनेक शाखाओं वाले वृक्ष के समान प्रतीत हो रहे थे।

વરસે તો ઘોડાપૂર
બાકી ના મળે નુર.... 

જય લોકમાતા '' બનાસ ''...

- કૃણાલ ભટ્ટ

#Banas

Tuesday 23 August 2022

આપણી આદત

 છેલ્લા બે વરસથી વરસાદ પડયો નોતો. છતાં ઉનાળો ઉતરતાં જ એક ખેડૂત પોતાનું ખેતર ખેડી રહ્યો હતો. એ વખતે નારદમુનિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે જોયું કે પાંચ વરસ સુધી વરસાદ પડવાનો નથી એવી આગાહી થઈ હોવા છતાં આ ખેડૂત પોતાની જમીન ખેડી રહ્યો હતો. તેમણે જઈને ખેડૂતને પૂછયું- ''ભાઈ, તને ખબર છે કે હજુ ત્રણેક વરસ વરસાદ પડવાનો નથી એવી આગાહી થયેલી છે છતાં તુ આટલા આકરા તાપમાં નકામી મહેનત શા-માટે કરી રહ્યો છે ?'' ત્યારે ખેડૂતે કહ્યું ''નારદજી, તમારી વાત તો સાચી છે, પણ એ તો આગાહી કહેવાય. એક જાતની સૂચના કહેવાય ! સાચી પડેય ખરી-ના પણ પડે ! એમ વરસાદની રાહ જોઈને બેસી રહું તો-મારા આ હળને કાટ લાગી જાય. બળદો ખીલે ૂબંધાઈને બેઠા બેઠા આળસુ થઈ જાય. અને મારાં બાવડાંય રોજના અભ્યાસ વગર નબળાં થઈ જાય. હું તો મારી આદત પ્રમાણે ખેડવાનું કામ કરીશ પછી જેવી હરિની ઈચ્છા.'' નારદજી ત્યાંથી સીધા પહોંચ્યા દેવોના રાજા ઈન્દ્ર પાસે. તેમણે ખેડૂતના પુરૂષાર્થની વાત કરી. ઈન્દ્રએ પણ વિચાર્યુ. ''જો ધરતી પરનો એક ખેડૂત આદત પ્રમાણે તેનું કર્મ કરતો હોય તો મારે પણ મારા મેઘગણોને વાદળો બાંધી વરસવાની આદત યાદ અપાવવી પડશે. એ એમનો અભ્યાસ ભૂલે એ પહેલાં એમને વરસવાની આજ્ઞાા આપી દેવી પડશે.'' અને એવું જ થયું. જ્યાં દુકાળ પડવાનો હતો ત્યાં અમી વર્ષા થઈ ગઈ. આદત સામે આગાહી ખોટી પડી.


Wednesday 10 August 2022

વટેશ્વર મહાદેવ , સિદ્ધપુર

 વટેશ્વર મહાદેવ ,  સિદ્ધપુરથી ૬ કિમી દૂર દેથળી ગામે પૌરાણીક સ્વયંભૂ વટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે આધુનિક સુવિધા સજ્જ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. 
આ સ્થાનકે દધિચી ઋષિમુનિનું પ્રાચીન મૂર્તિ‌ સાથેનું મંદિર આવેલું છે. સાથે જ પવિત્ર સૂર્યકુંડ તેમજ પાંડવોનું આશ્રય સ્થાન આવેલું છે હજારો વર્ષ પૂર્વે અહીં દધિચી ઋષિએ તપ કર્યું હતું. અહીં પાંડવોના ગુપ્તવાસ દરમિયાન મહર્ષિ‌ વેદવ્યાસે બોધપાઠ આપ્યો હતો પાંડવો લક્ષાગ્રહમાંથી નીકળી દેથળી સરસ્વતી નદીને કિનારે આવેલ વટેશ્વર મહાદેવના સ્થાનકે આવ્યા હતા. અહીં પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી અને પાંચ ગુફાઓ બનાવી હતી. જે આજે પણ હયાત છે. જેમાં દ્રૌપદી અને કુંતામાતાનું દેવાલય આવેલુ છે.



Friday 5 August 2022

ક્રોધ

એકવાર શ્રીકૃષ્ણ બલરામ અને કૃષ્ણનો સારથિ સાત્યકિ ગાઢ જંગલમાં ભૂલા પડયા. સાંજ પડી ગઈ હતી. રાત્રિનો અંધકાર ફેલાઈ ગયો હતો. ત્રણેય થાકી ગયા હતા. એમણે એક વિશાળ વૃક્ષ નીચે રાત પસાર કરવાનો નિશ્ચય કર્યો. અને નક્કી કર્યું કે બે જણ આરામ કરશે અને એક જણ રક્ષા કરશે. પહેલો પ્રહર વીતી ગયો હતો. શ્રીકૃષ્ણ અને બલરામ ઊંઘી ગયા ત્યારે સાત્યકિએ રક્ષણની જવાબદારી લીધી. અંધકાર ઘેરાતો હતો. તમરાં બોલતાં હતાં. થોડીવારે સાત્યિક સામે એક પિશાચ (અવગતિયો જીવ, પ્રેત) પ્રગટ થયો. તેણે અટ્ટહાસ્ય કરીને સાત્યકિનું ભક્ષણ કરવા હુમલો કર્યો. જો કે સાત્યકિ તૈયાર હતો. પણ તે જેટલો વધારે ક્રોધ કરીને પિશાચને ભીડવા પ્રયત્ન કરતો એટલો એનો આકાર વધતો જતો. એની તાકાત વધતી જતી. પિશાચ સાત્યકિને ઘાયલ કરીને અચાનક અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી બલરામજીનો વારો આવ્યો. બલરામજીનો સ્વભાવ આમેય ગુસ્સાવાળો હતો. એમની સામેય પિશાચ પ્રગટ થયો અને એમનું ભક્ષણ કરવા હુમલો કર્યો. બલરામજી સાથે પિશાચ બરાબર ઝૂઝવા લાગ્યો. બલરામનો ક્રોધ વધી ગયો. પણ જેમ જેમ ક્રોધ વધતો ગયો એમ એમ પિશાચનું કદ અને બળ વધવા લાગ્યું. બલરામજીના શરીરે ઉઝરડા પાડીને પિશાચ ફરી અદૃશ્ય થઈ ગયો. છેલ્લા પ્રહરમાં છેવટે શ્રીકૃષ્ણનો વારો આવ્યો. શ્રીકૃષ્ણની સામે પણ પિશાચ ભયંકર રૂપ ધારણ કરીને પ્રત્યક્ષ થયો. ઘેરા અવાજથી ડરાવવા લાગ્યો. 'થોડીક જ રાત બાકી છે. હવે હું તને મારીને તારૂં ભક્ષણ કરીશ. 'પિશાચ લડવા ઉતાવળો થતો હતો. જ્યારે શ્રીકૃષ્ણ શાંત હતા. મર્માળુ હસતા હતા. 'એમ ! તું તો ઘણો બહાદુર લાગે છે, તારામાં ઉત્સાહ પણ ગજબનો છે. 'શ્રીકૃષ્ણએ ગુસ્સે થયા વગર સહજ રીતે તેની સાથે વાત શરૂ કરી. પિશાચ જોતો જ રહ્યો. તેણે હિંમત કરી શ્રીકૃષ્ણને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો પણ શ્રીકૃષ્ણમાં રતીભાર ક્રોધ ના આવ્યો. હવે જેમ જેમ સમય પસાર થયો એમ એમ પિશાચનું કદ અને બળ ઘટવા લાગ્યું. પિશાચ ઘટી ઘટીને છેવટે એક મંકોડા જેટલો નાનો કીડો થઈ ગયો. શ્રીકૃષ્ણએ એને લૂગડાના કકડામાં બાંધી દીધો. સવાર થઈ. સાત્યકિ અને બલરામે રાત્રે પિશાચ સાથે બનેલી ઘટનાની વાત કરી. ત્યારે શ્રીકૃષ્ણએ લૂગડાની ગાંઠ છોડીને કહ્યું: 'જુઓ આ રહ્યો એ પિશાચ ! તમે બન્ને એને ઓળખી જ ના શક્યા. આ ક્રોધ છે. જેમ જેમ તમે ક્રોધ કરતા ગયા એમ એમ એ વધતો ગયો. આ જ ક્રોધનું સ્વરૂપ છે. જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ તેના મૂળ સ્વરૂપમાં શાંત રહે તો ક્રોધનું સ્વરૂપ સાવ ક્ષુલ્લક થઈ જાય છે.

કંઇક સારું મેળવવા માટે સર્વ પ્રથમ અતિમાનનો ત્યાગ કરવો જોઇએ


ગુરુ ઉપર કેમ ? શિષ્ય નીચે કેમ ?


એ ક દિવસ એક શિષ્યએ પોતાના સદ્ગુરુને પૂછયું: 'ગુરુદેવ ! આપ જ્યારે પણ પ્રવચન આપો છો ત્યારે આપ ઊંચા સ્થાને બેસો છો, અને અમે સૌ શિષ્યો - શ્રોતાઓ નીચા સ્થાને બેસીએ છીએ. શું આ ભેદભાવ નથી લાગતો ? પ્રભુ માટે બધાં જ જીવો સમાન છે, છતા આપ કેમ આવું અંતર રાખો છો ? આપ ઊંચે બેસો, અને અમે નીચે બેસીએ આનાથી કેટલાક તો એવું પણ વિચારી શકે કે આપ આપને મહાન માનો છો, અને અમને શ્રોતાઓને હીન માનો છો તો આ શું યોગ્ય છે...?' 

શિષ્યના પ્રશ્નથી ગુરુદેવ ખડખડાટ હસવા લાગ્યા. તેમણે સસ્મિત કહ્યું: 'વત્સ ! તું ક્યારેય વરસતા વરસાદમાં ગયો છે...? વાદળનું પાણી ક્યારેય હાથમાં ઝીલ્યું છે...? - 'જી, ગુરુદેવ !' - 'અચ્છા, તો વરસતા વરસાદનું પાણી તેં હાથમાં કઇ રીતે ઝીલ્યું...?' - 'વાદળ ઉપરથી વરસતું હતું, અને હું નીચે ઊભો ઊભો તેને ઝીલતો હતો, તેમાં આકંઠ સ્નાન કરતો હતો !'

ક્ષણાર્ધ વિરામ લઇ સદ્ગુરુ બોલ્યા: 'જો વાદળનું પાણી પીવું હોય અર્થાત્ હાથમાં ઝીલવું હોય તો નીચે જ રહેવું પડશે. વાદળ તો વરસાદ અવશ્ય વરસાવે છે, પણ તેનો લાભ જે તેની નીચે રહે છે, તેને જ થાય છે. વાદળની ઉપર રહે તેને કઇ રીતે થઇ શકે ? તેવી જ રીતે જેને પ્રવચનનો લાભ લેવો હોય કે કથા - સત્સંગમાં ભીંજાવું હોય તેણે પણ નીચે બેસવું પડશે, અને પ્રવચનકારને ઉપર બેસાડવા પડશે. તો જ તે પ્રવચનાદિનો લાભ લઇ શકશે ! નીચે બેસવાથી વિનમ્રતાનો ગુણ આવે છે. જે શિષ્ય કે શ્રોતા નમ્ર હોય તે જ કરુણાના ધોધને ઝીલી શકે છે. આમાં કોઇ ભેદ-ભાવની વાત નથી

આદત

છેલ્લા બે વરસથી વરસાદ પડયો નોતો. છતાં ઉનાળો ઉતરતાં જ એક ખેડૂત પોતાનું ખેતર ખેડી રહ્યો હતો. એ વખતે નારદમુનિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે જોયું કે પાંચ વરસ સુધી વરસાદ પડવાનો નથી એવી આગાહી થઈ હોવા છતાં આ ખેડૂત પોતાની જમીન ખેડી રહ્યો હતો. તેમણે જઈને ખેડૂતને પૂછયું- ''ભાઈ, તને ખબર છે કે હજુ ત્રણેક વરસ વરસાદ પડવાનો નથી એવી આગાહી થયેલી છે છતાં તુ આટલા આકરા તાપમાં નકામી મહેનત શા-માટે કરી રહ્યો છે ?'' ત્યારે ખેડૂતે કહ્યું ''નારદજી, તમારી વાત તો સાચી છે, પણ એ તો આગાહી કહેવાય. એક જાતની સૂચના કહેવાય ! સાચી પડેય ખરી-ના પણ પડે ! એમ વરસાદની રાહ જોઈને બેસી રહું તો-મારા આ હળને કાટ લાગી જાય. બળદો ખીલે ૂબંધાઈને બેઠા બેઠા આળસુ થઈ જાય. અને મારાં બાવડાંય રોજના અભ્યાસ વગર નબળાં થઈ જાય. હું તો મારી આદત પ્રમાણે ખેડવાનું કામ કરીશ પછી જેવી હરિની ઈચ્છા.'' નારદજી ત્યાંથી સીધા પહોંચ્યા દેવોના રાજા ઈન્દ્ર પાસે. તેમણે ખેડૂતના પુરૂષાર્થની વાત કરી. ઈન્દ્રએ પણ વિચાર્યુ. ''જો ધરતી પરનો એક ખેડૂત આદત પ્રમાણે તેનું કર્મ કરતો હોય તો મારે પણ મારા મેઘગણોને વાદળો બાંધી વરસવાની આદત યાદ અપાવવી પડશે. એ એમનો અભ્યાસ ભૂલે એ પહેલાં એમને વરસવાની આજ્ઞાા આપી દેવી પડશે.'' અને એવું જ થયું. જ્યાં દુકાળ પડવાનો હતો ત્યાં અમી વર્ષા થઈ ગઈ. આદત સામે આગાહી ખોટી પડી.

Saturday 14 May 2022

દાસી જીવણના ભજન

એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

Sunday 8 May 2022

પુરુષાર્થ કરીએ, તેવી પ્રાપ્તિ થાય

એક યુવાન ધન-સંપત્તિ અને ઐશ્વર્ય મેળવવા સતત પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેને વાત જાણવા મળી કે, જંગલમાં એક સંન્યાસી રહે છે અને સંન્યાસી પાસે ઈચ્છાકુંભ છે. માણસ જે ઈચ્છા કરે તેને પૂર્તિ એ કુંભ દ્વારા થાય છે. તેથી આ યુવાન આ સંન્યાસીને શોધવા માટે ચારે તરફ નીકળી ગયો.

બે મહિનાના અંતે જંગલમાં એક ઝુંપડીમાં સંન્યાસીને બેઠેલા જોયા. પહેલા તો યુવાનને એવું લાગ્યું કે આ એ સંન્યાસી નથી જેની પાસે ઈચ્છાકુંભ છે. કારણ કે જેની પાસે ઈચ્છાકુંભ હોય એ આવી ઝૂંપડીમાં થોડા રહે? પણ જેમ જેમ સંન્યાસી સાથે વાત આગળ વધતી ગઈ તેમ તેમ વિશ્વાસ આવતો ગયો કે, કદાચ આ એ જ સંન્યાસી છે જેને શોધવા તે ભટકી રહ્યો હતો.

યુવાને એ સંન્યાસીને પ્રશ્ન કર્યો કે, ''મહાત્માજી, આપની પાસે ઈચ્છાકુંભ છે?''

સંન્યાસીએ કહ્યું, ''હા, છે.''

તેથી યુવાન ત્યાં જ રોકાઈ ગયો અને તેમની દરેક પ્રકારની સેવા કરવા લાગ્યો.

એક દિવસ સંન્યાસીએ રાજી થઈને યુવાનને કંઈક માંગવાનું કહ્યું.

યુવાને તો ઈચ્છાકુંભ માંગ્યો.

સંન્યાસીએ કહ્યું, ''બેટા, મારી પાસે ઈચ્છાકુંભ બનાવવાની વિદ્યા પણ છે. આ બંનેમાંથી તારે શું જોઈએ છે?''

યુવાને વિચાર્યું કે, વિદ્યા શીખીને પછી ઈચ્છાકુંભ બનાવવો પડશે, એનાં કરતાં ઈચ્છાકુંભ માંગી લેવો સારો છે, એમ વિચારી તેણે તે સંન્યાસી પાસે ઈચ્છાકુંભ જ તૈયાર હતો તે માંગી લીધો.

સંન્યાસી ઝુંપડીમાં ગયા અને એક માટીનો કુંભ લાવીને આ યુવાનને આપ્યો.

યુવાને ખાતરી કરવા ઈચ્છાકુંભ પાસેથી દૂધનો ગ્લાસ માંગ્યો. તરત જ દૂધ એને પ્રાપ્ત થઈ ગયું.

યુવાનના આનંદનો પાર ન રહ્યો. એને તો જે જોઈતું હતું તે મળી ગયું. સંન્યાસીને વંદન કરીને, કુંભને પોતાની સાથે લઈને ચાલતો થયો. થોડો આગળ ગયો ત્યાં એના પગમાં ઠેસ વાગી. હાથમાંથી ઘડો નીચે પડી ગયો અને ફૂટી ગયો. યુવાન તો રડતો રડતો સંન્યાસી પાસે પાછો આવ્યો પણ હવે ત્યાં તો કોઈ ઝુંપડી પણ ન હતી અને સંન્યાસી પણ ન હતા.

આપણે પણ આ યુવાન જેવા જ છીએ. ઈચ્છાકુંભ બનાવવાની વિદ્યા શીખવાના બદલે સીધો જ ઈચ્છાકુંભ મેળવવાનો ટૂંકો રસ્તો પસંદ કરીએ છીએ. સંપત્તિ મેળવવાને બદલે સંપત્તિ મેળવવાની વિદ્યા શીખવી વધુ જરૂરી છે, કારણ કે મળેલી સંપત્તિ તો ગમે ત્યારે જતી રહેશે પણ સંપત્તિ મેળવવાની વિદ્યા આવડતી હશે તો સંપત્તિ ફરીથી આવશે.

Wednesday 12 January 2022

મનોભાવ

રડતી'તી એ છાની રહી ગઈ,
ઈચ્છા સઘળી ડાહ્યી થઈ ગઈ.

પરપોટાએ કિધો બળવો,
લહેરો છાની માની વહી ગઈ.

ફૂલોએ શું માથું ઊંચક્યુ,
કાંટાઓને વ્યાધિ થઈ ગઈ.

સંબંધોની નૈયા જોને,
મતલબ સરતાં કાણી થઈ ગઈ.

નીકળ્યો દિલનો સોદો કરવા,
એની પેટી ઠાલી રહી ગઈ.

-મેઘા જોષી

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...