Friday 12 January 2018

#નેપથ્ય :: પતંગ - જીદંગીની પ્રેરણા

#નેપથ્ય :: પતંગ - જીદંગીની પ્રેરણા
“” ન કિસી સે ઈર્ષા , ન કિસી સે હોડ ;
મેરી અપની મંઝિલે ,મેરી અપની દોડ “”.
સનાતન હિન્દૂ ધર્મમાં તહેવારોનું એક અનેરું મહત્વ છે. આપણા તહેવારો એ માત્ર મોજ , મસ્તી કે હર્ષોલ્લાસ પૂરતાં જ સીમિત નથી પરંતુ જીવનબોધ છે. જીવન જીવવાની જડીબુટ્ટી એ આપણા તહેવારો છે. કદાચ આ માટે જ હિન્દૂ ધર્મ અન્ય ધર્મ કરતા ચડિયાતો છે 
ઉતરાયણ - મકરસંક્રાંતિ એ માત્ર દાન ધર્મ કે પતંગની મોજ મજા કરવા પૂરતો જ સીમિત તહેવાર નથી. એ આપણને જીવન જીવવાની પ્રેરણા પુરી પડે છે.અડચણો કે પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવાની પ્રેરણા આપણને આ પર્વ શીખવાડી જાય છે
પતંગ એ કાગળમાંથી બનેલો અને દોરીથી બંધાયેલો હોય છે. જેમ પતંગ માટે પવન અને પેચ આધાર છે એમ જીવન પણ સમય અને સંજોગ ને આધીન છે
પતંગ ને ઉંચે ઉડવા માટે અનુકૂળ પવન એ આવશ્યક બાબત છે. જો પવન અનુકૂળ ન હોય તો પતંગ ચગાવવા માટે ખુબ જ મહેનત લાગતી હોય છે , અથાક પ્રયત્નો અને પરિશ્રમ કરવા પડતા હોય છે અને અંતે સાનુકૂળ પવને પતંગ ચગે જ છે , ચગ્યા વગર રહેતો નથી. આમ, જીવનમાં પણ ક્યારેક કપરા સમય અને પ્રતિકૂળ સંજોગો સામે પણ અથાક પ્રયત્નો કરીને જેમ નાના નાના ઠુમકા મારીને પતંગને ટકાવી રાખીએ છીએ. એમ નાના પ્રયાસો કરીને ટકી રહેવું પડતું હોય છે.ત્યારબાદ જ પવનની સાનુકૂળતાએ જેમ પતંગ ઊંચે જાય છે એમ આપણે પણ આગળ વધીએ છીએ. આમ થોડી નિષ્ફળતાઓથી થાક્યા વગર ,હાર્યા વગર , નિષ્ફળતાઓને પગથિયાં બનાવીને આગળ જરૂર વધી શકાય છે.
એકવાર ટકી ગયા પછી કે પવનમાં આવ્યા પછી એ જ પતંગ જે મસ્તી થી ચગે છે કે ઉડે છે ,એ મોજની મજા જ કંઈક ઔર છે.જીવનમાં પણ અઘરા સમયે ચટ્ટાન જેવી મજબૂતાઈ થી પસાર કાર્ય પછી સાનુકૂળ વાયરે ચગવાની મજા જ અલગ આનંદ આપે છે ત્યારે ન માત્ર ઊંચે ઉડવાનો આનંદ મળે છે પરંતુ અથાક પરિશ્રમનો સંતોષ પણ થાય છે.પતંગને આકાશમાં સ્થિર ઊડતી જોઈ પેચ લેવા કે કાપવા આવતા અન્ય પતંગોને હાથતાળી આપી આગળ વધવાની કુશળતા પણ શીખવી જરૂરી છે નહિ તો અહીં સૌ કોઈ ઉડતા ને કાપવા કે પાડવા પતંગની જેમ તૈયાર જ છે આમ ,પતંગ ન માત્ર મોજ મજા મસ્તી કરાવે પણ જીવન કેમ જીવવું એ પણ શીખવાડે છે પતંગ એ ઊંચે ગયા પછી આપણને સ્થિર રહી આનંદ માણવાની પણ શીખ આપે છે
પતંગ આપણને મૂળ સાથે જોડાઈને કેવી રીતે ઊંચે જવું એ બાબત પણ સમજાવે છે પતંગ પોતે ચગતી નથી કે ઊડતી નથી પણ એને દોરી રૂપી સહારો ઉપર જવામાં મદદરૂપ થાય છે એ સતત દોરી સાથે બંધાયેલો રહે છે બસ આવી જ રીતે મૂળ સાથે બંધાઈને આપણે પણ આગળ વધી શકીએ છીએ એ મૂળ જ આપણે આગળ વધવાની પ્રેરણા પુરી પાડે છે પતંગ ,પવન અને પેચ એ આપણી પ્રેરણા છે
પતંગ જો થોડી બેકાબુ થાય કે હાથમાં ન રહે તો જેમ નજર હટી દુર્ઘટના ઘટી ના ન્યાયે બીજા લોકો પતંગ ને કાપવા કે પાડવા ,લૂંટવા કે લંગર મારવા તાકીને જ બેઠા હોય છે એમ જીવનમાં પણ જો આપણે સાવધાન ના રહીએ તો લોકો તૈયાર જ છે નીચે પાડવા માટે ....
અંતે અંતરાયો કે અડચણોથી હાર્યા વગર , નિષ્ફળતાને ગુરુ બનાવી સંપૂર્ણ ધ્યાનમગ્ન થઈ આપણો પતંગ ઊંચે જાય ની જેમ આપણું જીવન ઉત્ન્નતિ તરફ જાય એજ આ પર્વનો જીવન સંદેશ ...
લાખ દલદલ હો , પાંવ જમાએ રખિયે ,
હાથ ખાલી હી સહી ,ઉપર ઉઠાયે રખિયે;
કૌન કહતા હૈ છલની મૈં, પાની રુક નહીં સકતા ;
બર્ફ બનને તક , હૌસલા બનાયે રખિયે
~કૃણાલ ભટ્ટ

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...