Friday 25 December 2020

ગીતા જયંતિ

#ગીતા_જયંતિ માગશર સુદ અગ્યારસ એટલે મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી . આ દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના મુખથી ગીતા જ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે.

ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે.  કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં બે પ્રચંડ સેનાઓની મધ્યમાં ફક્ત ૪૫ મિનિટમાં ભગવાને આ જ્ઞાન અર્જુનને આપ્યું હતું .  ભગવદગીતા સમજવા માટે વિદ્વાન હોવું એવી કોઈ લાયકાત નથી , ગીતામાં જ ચોથા અધ્યાયમાં ભગવાન જણાવે છે : 
   
भक्तः असि मे सखा च इति रहस्यम् हि एतत् उत्तमम् ॥ " તું મારો ભક્ત છે અને મિત્ર છે તેથી આ ઉત્તમ રહસ્ય હું તને જણાવું છું.

 'एकं शास्त्रं देवकीपुत्र गीतं' -     શાસ્ત્ર એક જ છે , જેનું ગાયન દેવકીપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ એ કર્યું.

ગીતામાં સૌથી વધુ શ્રીકૃષ્ણ બોલ્યા છે. તેમણે 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન દ્વારા  મોહ અને વિષાદથી ગ્રસ્ત એવા નિરાશ અર્જુનનો મોહભંગ ભગવાન કરે છે.

અંતમાં,અધ્યાય ૧૮ ના શ્લોક ૬૩ માં ભગવાને અર્જુનને  કહે છે કે આ અતિ ગૂઢ જ્ઞાન મે તને આપ્યું છે પરંતુ હવે તું તારી ઈચ્છા હોય તેમ કર  यथेच्छसि तथा कुरु . એટલે કે પરમાત્મા પણ અર્જુનની સ્વતંત્રતા માં હસ્તક્ષેપ કરતા નથી.

ભગવદ્ ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની પૃચ્છા થી થયો. ભીષ્મ , દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓની સહાયથી પોતાના પુત્રો આ યુદ્ધ જીતશે તેવી તેને આશા હતી પરંતુ યુદ્ધ ક્ષેત્રના  દૃશ્યનું વર્ણન પૂરું કર્યા પછી સંજયે રાજાને કહ્યું ,

यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥
-  જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને  ધનુર્ધર અર્જુન છે , ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે એવો મારો મત છે.

જય શ્રી કૃષ્ણ..

Monday 2 November 2020

મૈયામેરુ ધામ , સમંડા તા.નલિયા જી. કચ્છ




અબડાસા પેટા ચૂંટણી દરમ્યાન સમંડા ગામમાં આવેલ મૈયામેરૂ ધામમાં રાત્રિ રોકાણ કરેલ હતું.આ આશ્રમનું નિર્માણ ઉખેડા ગામના આગેવાન અને પૂર્વ સરપંચ શ્રી રણુભા સોઢા દ્વારા કરવામાં આવેલ છે. જેઓના દ્વારા ગામના  તમામ મંદિરોમાં રોજ સવારે નિત્ય પૂજા  અર્ચના કરવામાં આવે છે . અહીં તેમના કુળદેવી માલણ માતાજીના મંદિરની  સાથે સચ્ચિયાય માતાજી અને રણુજા ના રાજા બાબા  રામદેવ પીરનું મંદિર આવેલ છે. 

આશ્રમમાં સ્થાનિક યુવા કાર્યકર ભાઈ Rajbha Sodha Samanda   અને પૂજારી દ્વારા દેખરેખ તેમજ સારસંભાળ લેવામાં આવે છે.સવારે 4 વાગ્યાથી જ આરતી અને આસપાસના તમામ મંદિરમાં દીવા તથા ફૂલ ચડાવવાના કામથી દિવસની શરૂઆત થાય. ત્યારબાદ  રોકાયેલ ભાવિકો માટે ચા નાસ્તાની સગવડ કરવામાં આવે છે. ખૂબ જ પ્રેમ અને આદરભાવ દ્વારા આવેલ સાધુ સંતો અને ભાવિકોની  અહી સેવા કરવામાં આવે છે.અહી વાર તહેવારે સુંદર ભજન સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવે છે.

માતાના મઢ જતા નલિયા હાઇવે પર ઊખેડા ગામથી ડાબી બાજુએ 5 કિમી દૂર સમંડા ગામે આ આશ્રમ આવેલ છે.

Sunday 16 August 2020

વસ્તાનજી મહાદેવ : નાગની ફેણ પર આવેલ મંદિર

વાસ્તનજી મહાદેવનું મંદિર આબુરાજ પર્વતમાળામાં ગુરુશીખરની નીચેના ભાગે ઇશરા ગામમાં આવેલ અતિ પૌરાણિક મંદિર છે.આબુરોડથી સ્વરૂપગંજ તરફ જતા ડાબી બાજુએ અંદાજે 20 કિમી જેટલું અંદર ઇશરા ગામ આવેલ છે.

આ અતિ પૌરાણિક મંદિરની જગ્યામાં શમશેરગિરિજી મુની મહારાજે કઠોર તપ કરેલ છે.અહીં મુની મહારાજની પ્રતિમા જોવા મળે છે , આ પ્રતિમા મેં જોયેલ અન્ય પ્રતિમાઓ  કરતા થોડી વિશિષ્ટ પ્રકારની દેખાવમાં છે.મુની મહારાજનું મુખ થોડું ડાબી બાજુએ ઢળેલું જોવા મળે છે.

સ્થાનિક પૂજારીજી જોડે સંવાદ કરતા જાણવા મળ્યું કે એક જ સ્થાને ભગવાન મહાદેવજી અને વિષ્ણુજીની પ્રતિમા જોવા મળતી હોય એવું આ એકમાત્ર પ્રાચીન મંદિર છે.અહી એક નાની ગુફામાં પ્રવેશ કરતા જ અવિસ્મરણીય અનુભવ થાય છે . આ મંદિરમાં પહેલા શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ વિષ્ણુજીની પૂજા કરાય છે.આ સાથે જ ગરુડ ભગવાનની પ્રતિમા પણ જોવા મળે છે . આ મંદિર ખરેખર અજોડ છે.

પૌરાણિક વાર્તા પ્રમાણે  ભગવાન શિવજી એ 33 કરોડ દેવી દેવતાઓને આ સ્થળે આમંત્રણ આપીને બોલાવ્યા હતા.બધા જ દેવતાઓ અહીં આવ્યા હતા ભગવાન શિવ દ્વારા સૌની  આગતા સ્વાગતા થઈ અને એકી સાથે આટલા બધા દેવી દેવતાઓના આવતા ધરતી માં માટે અહીંનો ભાર ઉચકો કઠિન થતા  ભગવાન વિષ્ણુજી દ્વારા તેમના નાગને આ જગ્યાનો ભાર ઉચકવાનું કહેતા ધરતી માં ને ભાર ઉચકવમાં રાહત થઈ હતી એના પરથી એવું કહેવાય છે કે આ મંદિર નાગની ફેણ પર બનેલું છે.

વિશાલ પહાડથી ઘેરાયેલ આ ચમત્કારી મંદિર ચોમાસાની ઋતુમાં પૂરબહારમાં દીપી ઉઠે છે , ચારેકોર જોવા મળતી વનરાજી મનને ટાઢક આપે છે.આ સાથે જ પથ્થરો વચ્ચે વહેતા ખળખળ ઝરણાં એક આહલાદક અનુભવ કરાવે છે.

આ ઉપરાંત સાધુ મહાત્માઓ માટે તપ કરવા માટેની ગુફા ત્યાં  જોવા મળે છે.અહીં આબુરાજ પર્વતની પરિક્રમાંનું એક અલગ જ મહત્વ છે.

જય આબુરાજ....

Saturday 15 August 2020

ધોની , સિર્ફ નામ હી કાફી હૈ!!!

 ધોની એટલે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત. કેટલીય વાર હારની બાજી જીતમાં ફેરવવાની એની કળાએ ભારતીયોના દિલ જતી લીધા હતા.એ ફાઇનલમાં જોગિંદર શર્માને છેલ્લી ઓવર આપવાની વાત હોય કે પછી ઇશાંત શર્મા, રૈના, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા,યુઝવેન્દ્ર ચહલ, પંડ્યા બંધુઓને સતત મોટીવેટ કરીને 100% પરફોર્મન્સ આપવાની વાત હોય, બાંગ્લાદેશ સામેની ફાઇનલ મેચના ફાઇનલ બોલે ગલવ્ઝ વગર કિપિંગ કરવી એવી અનેક યાદોનો બુકે એટલે MSD.

વર્તમાનમાં સ્થિતપ્રજ્ઞતા એટલે શું એનું ઉત્તમ ઉદાહરણ ધોની છે.દરેક પરિસ્થિતિમાં એક જ ભાવ ,  ન  ચહેરા પર કોઈ તણાવ કે ન બોડી લેંગ્વેજમાં કોઈ અસર.એ ટુર્નામેન્ટ જીતને ટ્રોફી સાથી ખેલાડીઓને સોંપી દીકરી જોડે રમવા જતો રહે અને ટુર્નામેન્ટની ફાઇનલ હારીને એજ કેપ્ટન ફૂલની જેમ પાછો પેવેલીયનમાં પરત ફરે. કેવી રીતે ટીમ બિલ્ડ કરવી અને કોનો ક્યાં સદુપયોગ કરવો એમાં સંપુર્ણ મહારથી એટલે જ ઘણીવાર એક્સપર્ટ પણ ચોંકી જતા અને પછી એ સફળ નિર્ણયની ફેવરમાં ડિબેટ પણ કરે.

હેલિકોપ્ટર શોટ અને વિકેટ પાછળ સ્ટમપિંગ તથા રન આઉટ કરવાની સ્ટાઇલ લગભગ હવે જોવા નહીં મળે જ એવું માનવું રહ્યું.એના માટે હરહમેશ યાદ રહેશે.

અંતમાં , ગમે તેવી મેચને અંત સુધી લઈ જઈ પોતાની આવડત અને તાકાત પર ફિનિશ કરવાની કળાને કારણે ક્રિકેટ વિશ્વમાં એક ઉમદા મેચ ફિનિસરની છાપ અમીટ રહેશે.

Sunday 19 July 2020

बाज - एक प्रेरणा।

बाज लगभग 70 वर्ष जीता है ....
परन्तु अपने जीवन के 40वें वर्ष में आते-आते उसे एक महत्वपूर्ण निर्णय लेना पड़ता है ।
उस अवस्था में उसके शरीर के
3 प्रमुख अंग निष्प्रभावी होने लगते हैं .....
पंजे लम्बे और लचीले हो जाते है, तथा शिकार पर पकड़ बनाने में अक्षम होने लगते हैं ।
चोंच आगे की ओर मुड़ जाती है,
और भोजन में व्यवधान उत्पन्न करने लगती है ।
पंख भारी हो जाते हैं, और सीने से चिपकने के कारण पूर्णरूप से खुल नहीं पाते हैं, उड़ान को सीमित कर देते हैं ।
भोजन ढूँढ़ना, भोजन पकड़ना,
और भोजन खाना .. तीनों प्रक्रियायें अपनी धार खोने लगती हैं ।

उसके पास तीन ही विकल्प बचते हैं....
1. देह त्याग दे,
2. अपनी प्रवृत्ति छोड़ गिद्ध की तरह त्यक्त भोजन पर निर्वाह करे !!
3. या फिर "स्वयं को पुनर्स्थापित करे" !!
आकाश के निर्द्वन्द एकाधिपति के रूप में.

जहाँ पहले दो विकल्प सरल और त्वरित हैं,
अंत में बचता है तीसरा लम्बा और अत्यन्त पीड़ादायी रास्ता ।

बाज चुनता है तीसरा रास्ता ..
और स्वयं को पुनर्स्थापित करता है ।
वह किसी ऊँचे पहाड़ पर जाता है, एकान्त में अपना घोंसला बनाता है ..
और तब स्वयं को पुनर्स्थापित करने की प्रक्रिया प्रारम्भ करता है !!
सबसे पहले वह अपनी चोंच चट्टान पर मार मार कर तोड़ देता है,
चोंच तोड़ने से अधिक पीड़ादायक कुछ भी नहीं है पक्षीराज के लिये !
और वह प्रतीक्षा करता है
चोंच के पुनः उग आने का ।
उसके बाद वह अपने पंजे भी उसी प्रकार तोड़ देता है,
और प्रतीक्षा करता है ..
पंजों के पुनः उग आने का ।
नयी चोंच और पंजे आने के बाद वह अपने भारी पंखों को एक-एक कर नोंच कर निकालता है !
और प्रतीक्षा करता है ..
पंखों के पुनः उग आने का ।
150 दिन की पीड़ा और प्रतीक्षा के बाद ...
मिलती है वही भव्य और ऊँची उड़ान पहले जैसी....
इस पुनर्स्थापना के बाद

वह 30 साल और जीता है ....
ऊर्जा, सम्मान और गरिमा के साथ ।

इसी प्रकार इच्छा, सक्रियता और कल्पना, तीनों निर्बल पड़ने लगते हैं हम इंसानों में भी !
हमें भी भूतकाल में जकड़े
अस्तित्व के भारीपन को त्याग कर कल्पना की उन्मुक्त उड़ाने भरनी होंगी ।

150 दिन न सही.....
60 दिन ही बिताया जाये
स्वयं को पुनर्स्थापित करने में !

जो शरीर और मन से चिपका हुआ है, उसे तोड़ने और
नोंचने में पीड़ा तो होगी ही !!
और फिर जब बाज की तरह उड़ानें भरने को तैयार होंगे ..
इस बार उड़ानें और ऊँची होंगी,
अनुभवी होंगी, अनन्तगामी होंगी ।
हर दिन कुछ चिंतन किया जाए
और आप ही वो व्यक्ति हे
जो खुद को सबसे  बेहतर जान सकते  है ।

सिर्फ इतना निवेदन है की छोटी-छोटी शुरुवात करें परिवर्तन करने की ।

Thursday 9 July 2020

આત્મવિશ્વાસ , Self Confidence

“આત્મવિશ્વાસ માણસ ને ક્યાં થી ક્યાં પહોંચડી દે છે”

એક બીઝનેસમેન ઘણો દેવામાં ડૂબી ગયો અને બહાર આવવાનો કોઈ રસ્તો નહોતો મળતો. જે લોકો તેમને ક્રેડીટ આપતા હતા તે લોકોએ ક્રેડીટ આપવાનું બંધ કરી દીધું હતું. અને સપ્લાયરોએ કડક ઉઘરાણી ચાલુ કરી દીધી હતી. લેણિયાતો ની રોજ રોજ ની ઉઘરાણી થી કંટાળીને તે એક દિવસ બગીચામાં એક બેંચ પર બેઠો હતો અને વિચારતો હતો કે કઈ વસ્તુથી પોતે દેવાળિયો થતા બચે અને પોતાની કંપનીને ફડચામાં જતી રોકે.

અચાનક એક વૃદ્ધ આદમી તેની સામે દ્રશ્યમાન થયો.

“હું જોઈ શકું છું કે તું ખુબજ ચિંતા માં ડૂબેલો છે.” વૃદ્ધ માણસે કહ્યું.

બીઝનેસમેન ની આપવીતી સંભાળીને વૃદ્ધ માણસે કહ્યું “હું તને મદદ કરી શકું છું.”

તેમણે તે બીઝનેસમેન નું નામ પૂછ્યું અને એક ચેક લખી આપ્યો અને બીઝ્નેસમેન ના હાથમાં આપતા કહ્યું: “આ ચેક રાખ, અને બરાબર આજથી એક વર્ષ પછી અહી જ મને મળજે અને ત્યારે તું આ રકમ મને પાછી આપી શકે છે.” આમ કહી ને વૃદ્ધ માણસ જતો રહ્યો.

બિઝનેસમેને તે ચેક જોયો, તે ચેક $500000 નો હતો અને સાઈન કરેલી હતી John D. Rockefeller (કે જે દુનિયાનો સૌથી ધનાઢ્ય ગણાતા વ્યક્તિઓમાનો એક હતો ) ના નામે.

બિઝનેસમેને વિચાર્યું કે હું મારી બધી નાણાકીય ચિંતા નો એક મિનીટમાં સફાયો કરી શકું તેમ છું.

પરંતુ તે બિઝનેસમેને તેમ ના કરતા તેણે તે ચેક ને વટાવ્યા વગર કોઈ સલામત જગ્યાએ મૂકી રાખવાનો વિચાર કર્યો. તે જાણતો હતો કે આ ચેક ની મદદથી તે ગમે ત્યારે તેની કંપનીને ફડચામાં જતી બચાવી શકે એમ છે.

નવાજ આત્મવિશ્વાસ સાથે તે વધારે સારી બીઝનેસ ડિલ વધારે મુદતની પેમેન્ટ ટર્મ્સ થી કરવા લાગ્યો. અને થોડા મોટા સોદો પડ્યા. અને થોડા જ મહિનાઓમાં તે દેવામાંથી બહાર આવી ગયો અને તેની કંપની નફો કરતી થઇ.

એક વર્ષ પછી નક્કી કરેલા સમયે તે ફરી તે જ બગીચામાં સાચવી રાખેલા ચેક સાથે આવી પહોચ્યો અને તે જ બેંચ પર જઈને બેઠો.

થોડા જ સમયમાં તે વૃદ્ધ માણસ પણ ત્યાં આવી પહોચ્યા. પરંતુ જ્યાં એ બીઝનેસમેન તેમને ચેક પાછો આપી અને પોતાની સફળતાની વાર્તા સંભળાવે તે પહેલા જ એક નર્સ દોડતી આવી અને તે વૃદ્ધ માણસને પકડી લીધા.

નર્સે બીઝનેસમેનને કહ્યું : ” આ વડીલે તમને હેરાન તો નથી કર્યા ને?, Thanks god ! તેઓ મળી ગયા. તેઓ માનસિક બીમાર છે અને ઘર માંથી ભાગી જાય છે અને લોકોને કહેતા ફરે છે કે તેઓ John D. Rockefeller છે.” આટલું કહીને નર્સ તે વૃદ્ધને ત્યાંથી લઈ ગઈ.

પરંતુ આ સંભાળીને પેલા બીઝ્નેસમેન નું માથું ફરી ગયું. તે અવાક થઇ ગયો. છેલ્લા એક વર્ષમાં તેણે જે જોખમી બીઝનેસ ડીલો કરી, જોખમી નિર્ણયો લીધા તે ફક્ત એ જ વિચારે કે કંઈપણ થાય તો તેની પાસે $500000 નો ચેક છે.

પછી તેને વિચર આવ્યો કે હકીકત માં એ રકમ તેની પાસે ન હતી જે રકમથી તેની જીંદગી બદલાઈ ગઈ. તે ફક્ત તેનો નવો આત્મવિશ્વાસ જ હતો કે જેથી તેને જે જોઈતું હતું તે મેળવવાની શક્તિ મળી.

Monday 29 June 2020

જેસોર ગિરિમાળા - કરનેશ્વર મહાદેવ, બદ્રીનાથજી મંદિર

ડુંગરા સો પરમેશ્વરા .અમીરગઢ નજીકની જેસોરની ગિરિમાળા એટલે તપ અને તપસ્વીઓની ભુમી. પૂજ્ય ડુંગરપુરીજી મહારાજ ,પૂજ્ય શિવગીરીજી બાપુ થી શરૂ કરીને વર્તમાનમાં પૂ. મુનિજી મહારાજ,પૂ.કાલા બાપજી ,પૂ.ચંદનગીરી જેવા સંતોની ભુમી. આ પર્વતમાળા આજે ય સાધુ સંત મહાત્માઓ તપ અને યોગ સાધના કરી રહ્યા છે જેઓનાં દર્શન માત્રથી પાવન થઈ જવાય. આ સંત મહાત્માઓ દ્વારા થઈ રહેલા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની સુવાસ આ વિસ્તારમાં અનુભવાય છે.તેઓની પ્રેરણા નીચે અનેક મંદિર બની રહ્યા છે જેમાનું એક મંદિર એટલે માનપુરીયા નજીક ટેકરી ઉપર આવેલું કરણેશ્વર મહાદેવ અને બદ્રીનાથજી નું મંદિર.

એક નાના પાણીના વહેળમાંથી પસાર થયા બાદ ટેકરી પરની ગુફામાં બિરાજેલા આ કરણેશ્વર મહાદેવજીનું મંદિર ખૂબ જ પ્રાચીન જણાય છે.ત્યાં એક વેરી (વાવ) છે . એવી લોકવાયકા છે કે આ વેરી મતલબ વાવ માંથી ગમે તેવા દુકાળના દિવસોમાં પણ પાણી ઓછું થતું નથી જાણે કે સ્વયંભૂ માં ગંગા. આ મીઠા પાણીની પવિત્ર વેરી આ વિસ્તારના લોકો માટે પણ પૂજનીય છે. ઉપરાંત ત્યાં એક પથ્થરની શીલા સ્વયં ગોગ મહારાજની અનુભૂતિ કરાવે છે.
ત્યારબાદ બદ્રીનાથજી નું સુંદર મંદિર નિર્માણ પામીને તૈયાર છે.કોરોનાને કારણે તેમની પ્રાણપ્રતિષ્ઠા હવે થશે. આ મંદિર તેના નકસી કામને લીધે વધુ સુંદર દેખાય છે.

આજુબાજુમાં ઘેઘુર વૃક્ષો અને પર્વતથી ઘેરાયેલ આ પવિત્ર જગ્યા શાંતિનો અહેસાસ કરાવે છે. મોરના ટહુકા અને પક્ષીઓના કલરવ વચ્ચે પરમ તત્વનો અનુભવ થયા વગર રહે જ નહીં. 

આ મંદિરના સાધુ પણ એટલા જ માયાળુ અને પ્રેમાળ.આસપાસના લોકોની આસ્થાનું કેન્દ્ર. મંદિરના સેવકભાઇ જોડે રહીને દર્શનની સાથે જાણકારી પુરી પાડે. પછી જાતે કાળી ( ઉકાળો) બનાવીને અને મંદિરની બાજુમાં ઉગાડેલ વનસ્પતિઓ એમાં ઉમેરીને લિજ્જતદાર કાળી પીવડાવી.આવા અદભુત અને પ્રાચીન મંદિરની મુલાકાત કાયમી સંભારણું બની રહે.

સંગઠનીય પ્રવાસની સાથે પ્રકૃતિ અને પરમતત્વનો અહેસાસ ખરેખર આહલાદક ......

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...