ધોની , સિર્ફ નામ હી કાફી હૈ!!!
ધોની એટલે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત. કેટલીય વાર હારની બાજી જીતમાં ફેરવવાની એની કળાએ ભારતીયોના દિલ જતી લીધા હતા.એ ફાઇનલમાં જોગિંદર શર્માને છેલ્લી ઓવર આપવાની વાત હોય કે પછી ઇશાંત શર્મા, રૈના, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા,યુઝવેન્દ્ર ચહલ, પંડ્યા બંધુઓને સતત મોટીવેટ કરીને 100% પરફોર્મન્સ આપવાની વાત હોય, બાંગ્લાદેશ સામેની ફાઇનલ મેચના ફાઇનલ બોલે ગલવ્ઝ વગર કિપિંગ કરવી એવી અનેક યાદોનો બુકે એટલે MSD.
વર્તમાનમાં સ્થિતપ્રજ્ઞતા એટલે શું એનું ઉત્તમ ઉદાહરણ ધોની છે.દરેક પરિસ્થિતિમાં એક જ ભાવ , ન ચહેરા પર કોઈ તણાવ કે ન બોડી લેંગ્વેજમાં કોઈ અસર.એ ટુર્નામેન્ટ જીતને ટ્રોફી સાથી ખેલાડીઓને સોંપી દીકરી જોડે રમવા જતો રહે અને ટુર્નામેન્ટની ફાઇનલ હારીને એજ કેપ્ટન ફૂલની જેમ પાછો પેવેલીયનમાં પરત ફરે. કેવી રીતે ટીમ બિલ્ડ કરવી અને કોનો ક્યાં સદુપયોગ કરવો એમાં સંપુર્ણ મહારથી એટલે જ ઘણીવાર એક્સપર્ટ પણ ચોંકી જતા અને પછી એ સફળ નિર્ણયની ફેવરમાં ડિબેટ પણ કરે.
હેલિકોપ્ટર શોટ અને વિકેટ પાછળ સ્ટમપિંગ તથા રન આઉટ કરવાની સ્ટાઇલ લગભગ હવે જોવા નહીં મળે જ એવું માનવું રહ્યું.એના માટે હરહમેશ યાદ રહેશે.
અંતમાં , ગમે તેવી મેચને અંત સુધી લઈ જઈ પોતાની આવડત અને તાકાત પર ફિનિશ કરવાની કળાને કારણે ક્રિકેટ વિશ્વમાં એક ઉમદા મેચ ફિનિસરની છાપ અમીટ રહેશે.
વાહ
ReplyDelete