માં બાપ - ભુલો ભલે બીજુ બધુ.....
આપણા જીવનકાળમાં અનેક પ્રકારનાં ઉપકારકો જોવા મળે છે. પરમાત્મા થી શરુ કરીને પ્રક્રુતિ સુધી અનેક પ્રકારે આપણે સૌ એમના આભારી છીએ. જેમાં સુર્ય ,વાદળ અને ધરતી આપણા પર ઉપકાર કરે છે. તો વૃક્ષો ફળદાન દ્રારા આપણા પર ઉપકાર કરે છે.આ પ્રકૃતિનાં આપણા પર ઉપકારો છે.આવી જ રીતે કેટલાંક જીવંત વ્યક્તિઓ પણ આપણા પર ઉપકાર કરતાં હોય છે. આ ઉપકારકો એટલાં અતુલનીય હોય છે કે જેમના ન હોવાથી આપણુ જીવન અધુરૂ કે સાવ સુનુ હોવાનુ આપણને અનુભવ થાય છે , આવા જીવંત વ્યક્તિત્વોમાં ઉપકારની દષ્ટીએ સર્વપ્રથમ આવે છે, આપણા માતા-પીતા. માટે જ શાસ્ત્રોમાં મા-બાપને દેવ સ્વરૂપ કહ્યા છે.
“માતૃ દેવો ભવ: “ અને “ પિતૃ દેવો ભવ: “ આ ન કેવળ સુત્ર છે પણ ખરા અર્થમાં માતા-પીતાનું મહિમા મંડન છે.
માતા-પીતાએ પરમ તત્વનાં અસ્તિત્વનો જીવંત પુરાવો છે. જગતમાં તમામ ઋણ કોઇનાં કોઇ સ્વરૂપે ચુકવી કે ઉતારી શકાય છે પરંતુ માતા-પીતાના ઉપકારો અને અન્ય જીવંત વ્યક્તિનાં ઉપકારો વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય છે. માતા-પીતા દ્રારા કરવામાં આવેલ ઉપકારએ આમંત્રણ વિનાનો હોય છે. જન્મથી લઇને મરણ સુધી અનેક દાખલા જોવા મળે જયાં કોઇ પણ જાતનાં પુર્વ આમંત્રણ વિના માતા-પિતા પોતાનાં બાળકોની સહાયમાં ઊભા રહે છે. આ ઉપરાંત માતા-પિતાનાં ઉપકારમાં કોઇપણ જાતની પુર્વ શરત હોતી નથી કે નથી હોતુ કોઇ ફરજીયાત બંધાણ. માતા-પિતાનો ઉપકાર એ શરતોને આધીન કે શરતો લાગુની કક્ષાનો હોતો નથી પરંતુ એ માત્ર નિષ્કામ ભાવે સહાયક બને છે.
માતા-પિતાનો ઉપકાર એ કોઇ અપેક્ષા કે GIVE N TAKE ની જેમ નથી હોતો. એ ભગવતગીતામાં વર્ણવ્યા પ્રમાણે નિષ્કામ ભક્તિનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ન કોઇ અપેક્ષા કે ન કોઇ એષ્ણા, માત્રને માત્ર પોતાનાં પાલ્યનુ શ્રેષ્ઠ હિત થાય એ માટે સતત મથામણ માતા-પિતા કર્તવ્ય ભાવે કરે છે.
“માતૃ દેવો ભવ: “ અને “ પિતૃ દેવો ભવ: “ ની ભાવના ચરિતાર્થ કરવા માટે, વકતૃત્વની સાથે સાથે કર્તુત્વની આવશ્યકતા છે. આ માત્ર બોલવામાં જ નહિં પણ , ખરા અર્થમાં આચરણમાં મુક્વુ જરુરી છે.
આ માટે આપણે જીવનમાં અગ્રતાક્રમ નક્કી કરવો પડે. આ અગ્રતાક્રમમાં માતા-પીતાને પ્રાધાન્ય આપવું જોઇએ. એક ભજન છે. ” ભુલો ભલે બીજુ બધુ પણ મા – બાપને ભુલશો નહિં “ આ ભજન દ્રારા માતા-પીતાએ બાળપણમાં આપણને પોતાનાં જીવનમાં આપેલ અગ્રતતાક્રમનો ખ્યાલ આપે છે , તો તેમની વૃધ્ધાવસ્થામાં આપણે એમને અગ્રતાક્રમમાં આપવો જરૂરી છે. માતા-પીતાને માન સન્માન આપવું એ આપણી નૈતીક જવાબદારી છે . આપણા દ્વારા અનેકવાર એમનુ અપમાન થયુ હોય કે આપણા કારણે નીચા જોવાનું થયુ હોય તો આપણી યુવા અવસ્થા બાદ આપણાં માતા-પીતાનું શ્રેષ્ઠ સન્માન થાય,આપણા દ્રારા એમનાં થયેલ અપમાનની દુ:ખદ યાદોને બદલે તેમને સન્માનની સુખદ સ્મૃતિઓ આપવી આપણી ફરજ બની રહે છે.
માતા-પીતાનાં વાતસલ્ય ભાવને સમજવો જરુરી છે, આપણે બાળપણથી લઇને માતા-પીતા બનીએ ત્યાં સુધી દરેક માતા-પીતા પોતાનાં બાળકોનો મનોભાવ સમજી શકે છે પરંતુ આપણે માતા-પીતાનો મનોભાવ સમજી શકતાં નથી. તો તેમનાં મનોભાવ સમજવા તેમજ તેમની સાથે યોગ્ય સંવાદ કરવો અને સન્માનપુર્વકનુ આચરણ કરવુ એ અગત્યનુ છે. મા-બાપને યશ આપવો કે અપાવવો એ આપણી ફરજ છે. આપણાં જીવનમાં જે કોઇ સુખ છે કે ઇષ્ટ છે અથવા તો આપણે જીવનમાં ઉચ્ચતમ શીખરો પર હોઇએ તે માટેનો યશ આપવો કે અપાવવો એ આપણી ફરજ છે . આપણા થકી આપણા માતા-પિતા યશસ્વી બને તે માટે પ્રયત્નશીલ રહેવુ જોઇએ , એમનાં યશ કિર્તીમાં આપણા દ્રારા વધારો થાય તે મહત્વનુ છે.
વર્તમાન સમયમાં જેની સૌને આવશ્યકતા છે એ સમય છે , આ સમયનો સદ્દપયોગ આપણે આપણા માતા-પિતા માટે કેવી રીતે કરી શકીએ એ જોવુ જરૂરી છે. માતા-પિતાને સમય આપવો જોઇએ એ આપણી ફરજ છે. એમની માંદગી કે વૃધ્ધાવસ્થા દરમ્યાન આપણા દ્રારા માતા-પિતાને કેવી સગવડ આપીએ છીએ એનાં કરતાં કેટલો સમય આપ્યો એ બાબત જાણે છે. એમનાં માટે એમનાં ખરાં સમયે આપણે કેટલો સમય આપીએ છીએ એ મહતવ્નુ છે. એમની સાથે તો વિતાવેલો સમય આપણુ અમુલ્ય સંભારણુ બની રહે છે.આપણી આત્મીયતા હુંફનો અનુભવ થવો જરૂરી છે.
માતા-પિતાનાં વાત્સલય ભાવ અને નિષ્કામ ભાવને માટે ”ત્વદીય વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પયે” નાં આચરણ વડે તેમને સંતોષ અને આનંદ આપી શકાય..
Comments
Post a Comment