Expiry Date - સમય કે સાથ ભી , સમય કે બાદ ભી



જગતમાં આપણે સૌ એક નિશ્વિત સમયાવધિ લઇને આવ્યા છીએ. એ પછી મનુષ્ય હોય કે કોઇ પશુ પક્ષી હોય કે કોઇ ઘરવપરાશની વસ્તુ કે દવા હોય કે પછી કોઇ વાહન. આપણે સૌ આ નિયત સમય મર્યાદામાં પોતાનુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.
      મોટાભાગે આપણે સૌ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓની Expiry Date જોતાં હોઇએ છીએ. આ સમયાવધિ પહેલાં જે તે ચીજવસ્તુઓ ઉપયોગમાં લઇ શકાય તેમ હોવાથી આપણે એ સમાયવધિ પૂર્ણ થાય તે અગાઉ તેનો ઉપયોગ કરી શકીએ છીએ.આવી જે રીતે Due Date હોય છે તે પૂર્ણ થાય એ અગાઉ જે તે બીલની ચૂકવણી કરવાની થતી હોય છે ત્યારબાદ તેના પર દંડની જોગવાઇઓ લાગુ કરવામાં આવતી હોય છે. આમ, Expiry Date / Due Date / Best Before Date એ સામાન્યતા દૈનિક જીવનમાં સમાઇ ગયેલ છે.

     પરંતુ આ વાત માત્ર ચીજવસ્તુઓ કે કોઇ બીલની ચુકવણી પુરતી જ નથી હોતી તે આપણા જીવનને પણ લાગુ પડે છે.  આપણા સૌના જીવનની એક Due Date / Expiry Date પરમતત્વ દ્રારા નિયત કરવામાં આવી છે.આ તારીખની ચોક્ક્સ જાણ હોતી નથી પરંતુ એ તિથિ છઠ્ઠીનાં લેખ સાથે લખાઇ ગયેલી જરૂર હોય છે. જેમ Best Before Date હોય છે , એમ આપણે પણ આપણને મળેલ આ સમયાવધિ દરમ્યાન આપણું Best Performance આપવું જોઇએ.

      તેવી જ રીતે સરકારી નોકરીમાં વયમર્યાદા ૫૮ વર્ષની હોય છે, લોકશાહી વ્યવસ્થા તંત્રમાં ચુંટાયેલા નેતાઓની સમયમર્યાદા ૦૫ વર્ષની હોય છે,આમ, નિશ્વિત સમયાવધી એ કોઇપણ ક્ષેત્રની મહત્ત્વની બાબત છે. આ સમયમર્યાદામા આપણા સદ્દકાર્યો દ્વારા જનમાનસમાં એક અમીટ છાપ છોડી શકીએ છીએ. એક ટૂંકી વાર્તા છે કે ,  એક ઉચ્ચ અધિકારીને તેમનાં ગામનાં એક વ્યક્તિ કોઈ કામ અર્થે મળવા જાય છે . ઓફિસ બહાર બેઠેલા પટાવાળા દ્વારા તેમને એક ચબરખી આપીને તેમાં તેમનું નામ 
અને કામ લખવાનું કહે છે. વ્યક્તિ દ્વારા વિગત લખીને આપ્યા બાદ પટાવાળો સાહેબ ને એ ચબરખી આપવા જાય છે .સાહેબ ચબરખી વાંચીને , ચબરખી પાછળ લખે છે કે હાલમાં હું કામમાં છું તો હાલ મળી નહિ શકાય માટે ફરી વાર આવજો.. પટાવાળો બહાર જઈ આ ચબરખી આપે છે ને સાહેબ દ્વારા ના મળવાની વાત કહે છે . ચબરખી પાછળનું લખાણ વાંચી આ ભાઈ નીચે એક વાક્ય જોડે છે કે સાહેબ કામમાં છો ત્યારે જ કામ છે , બાકી કાલે કામમાં નહિ હોવ તો કંઈ કામ નથી.. આમ આપણે પણ સમજીએ કે આપણને મળેલ આ સમયનો સદુપયોગ સારા કાર્યો માટે કરીએ.



આમ, આ સમયાવધિ દરમ્યાન જે તે કાર્યમાં આપણી મહત્તમ શક્તિઓનો સદુપયોગ થાય તે અગત્યનું છે. આપણને મળેલ સત્તા કે શક્તિઓનો સદ્દભાવ દ્રારા શ્રેષ્ઠ કાર્યોમાં ઉપયોગ કરવો જોઇએ. આપણા દ્રારા કરવામાં આવેલ કાર્યોમાં ભાવ આવશ્યક છે, એ ભાવ કલ્યાણ કરવાનો હોય તે જરૂરી છે,એ ભાવ પ્રમાણિકતા અને નિષ્ઠા સાથેનો હોવો જરૂરી છે , એ ભાવ સાથે વ્યક્તિ ભળે તો પરમતત્વ રાજી થાય માટે આપણને મળેલ આ સમયાવધિનો સારા કર્મબંધન માટે ઉપયોગ થાય એ જોવું જોઇએ.

  કેટલીકવાર જાણે અજાણે આપણા દ્રારા આ સમયવધિ દરમ્યાન એવાં કાર્યો કરવામાં આવે છે કે જેનાં કારણે આપણી આસપાસનુ વાતાવરણ દુષિત થાય છે. આપણે આપણને મળેલ શક્તિઓ કે સત્તાઓનાં કારણે અહમમાં આવી જઇએ છીએ કે જાણે આ જ શાશ્વત છે. આપણા દ્રારા આપણી જ આસપાસનાં અનેક લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે અથવા તો તેમની લાગણીઓ હણાય છે આને કારણે લોકો આપણાથી વિમુખ થાય છે. ઉપરાંત જે તે પરીવાર કે સંસ્થામાં પારીવારીક ભાવનાનો લોપ થતો જોવા મળે છે.

     અનેક જન્મોનાં કર્મ બંધન બાદ પરમ તત્વ દ્રારા આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે.આ અવતાર પ્રાપ્ત થયો છે. આ અવતાર દરમ્યાન સદ્દકાર્યોમાં બંધાણ બાંધીને આપણા કર્મ બંધનમાંથી મુકત થવાનો અવસર છે. આ અવસરનો સદ્દપયોગ કરવાથી ન કેવળ આપણી જાત પરંતુ પરમતત્વ પણ રાજી થશે.

ભગવાન શ્રી કૃષ્ણ  ગીતાજીમાં નિષ્કામ કર્મ માટે આપણને પ્રેરે છે. જન્મ મરણની આ સાયકલ કયાં સુધી આપણે ચાલુ રાખવી છે ? આ માંથી મુક્તિ માટે નિષ્કામ ભક્તિ અને નિષ્કામ કર્મો જ કામે આવશે બાકી સકામ ભાવે કર્મ કયુ તો તેના માટે પુન:જન્મ નિશ્વિત છે.



મોટાભાગે આપણને મળેલ આ સમયાવધિ દરમ્યાન આપણા દ્રારા કરવામાં આવેલ ખરાબ કાર્યો સામાન્યત: લોક માનસ યાદ રાખતુ હોય છે , જ્યારે સારા કર્મો આપણે યાદ કરાવવાના થતા હોય છે માટે સતત એવાં જ પ્રયત્નો કરવા જોઇએ કે આપણા સારા કાર્યો જનમાનસ યાદ રાખે અને તેને લોકો સમક્ષ મુકે નહિં કે , આપણે જ આપણા વકીલ બનીએ. “જીવન કે સાથ ભી , જીવન કે બાદ ભી “ કેટલાંક કાર્યો આપણી કાયમી ઓળખ બની જતાં હોય છે .



આવનાર નવા વર્ષમાં આપણે સૌ જ્યારે વ્યવસાયીક એક્મોનાં હિસાબોનાં સરવૈયા કરીએ છીએ ત્યારે આ વરસે અત્યાર સુધી આપણને મળેલ સમયાવધિમાં આપણા દ્વારા કરવામાં આવેલ કાર્યોનાં સરવૈયા તપાસીએ અને નવા વરસે સંકલ્પ કરીએ કે આ વર્ષે સદ્દકાર્યોનુ બંધન બાંધીએ અને નિષ્કામ ભાવે કાર્યો કરી સાચ અર્થમાં નવા વર્ષને શુભ બનાવીએ.



 નવા વર્ષની શુભેચ્છાઓ.......



 “ આહારમાં વિષ મળે તો એનો ઉપાય સંભવ છે , પરંતુ વિચારમાં વિષ મળે તો એનો ઉપાય અસંભવ છે “ 

Comments

Popular posts from this blog

લીટી

શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે.

કુંડેશ્વર મહાદેવ મંદિર , આબુરાજ