Tuesday 23 August 2022

આપણી આદત

 છેલ્લા બે વરસથી વરસાદ પડયો નોતો. છતાં ઉનાળો ઉતરતાં જ એક ખેડૂત પોતાનું ખેતર ખેડી રહ્યો હતો. એ વખતે નારદમુનિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે જોયું કે પાંચ વરસ સુધી વરસાદ પડવાનો નથી એવી આગાહી થઈ હોવા છતાં આ ખેડૂત પોતાની જમીન ખેડી રહ્યો હતો. તેમણે જઈને ખેડૂતને પૂછયું- ''ભાઈ, તને ખબર છે કે હજુ ત્રણેક વરસ વરસાદ પડવાનો નથી એવી આગાહી થયેલી છે છતાં તુ આટલા આકરા તાપમાં નકામી મહેનત શા-માટે કરી રહ્યો છે ?'' ત્યારે ખેડૂતે કહ્યું ''નારદજી, તમારી વાત તો સાચી છે, પણ એ તો આગાહી કહેવાય. એક જાતની સૂચના કહેવાય ! સાચી પડેય ખરી-ના પણ પડે ! એમ વરસાદની રાહ જોઈને બેસી રહું તો-મારા આ હળને કાટ લાગી જાય. બળદો ખીલે ૂબંધાઈને બેઠા બેઠા આળસુ થઈ જાય. અને મારાં બાવડાંય રોજના અભ્યાસ વગર નબળાં થઈ જાય. હું તો મારી આદત પ્રમાણે ખેડવાનું કામ કરીશ પછી જેવી હરિની ઈચ્છા.'' નારદજી ત્યાંથી સીધા પહોંચ્યા દેવોના રાજા ઈન્દ્ર પાસે. તેમણે ખેડૂતના પુરૂષાર્થની વાત કરી. ઈન્દ્રએ પણ વિચાર્યુ. ''જો ધરતી પરનો એક ખેડૂત આદત પ્રમાણે તેનું કર્મ કરતો હોય તો મારે પણ મારા મેઘગણોને વાદળો બાંધી વરસવાની આદત યાદ અપાવવી પડશે. એ એમનો અભ્યાસ ભૂલે એ પહેલાં એમને વરસવાની આજ્ઞાા આપી દેવી પડશે.'' અને એવું જ થયું. જ્યાં દુકાળ પડવાનો હતો ત્યાં અમી વર્ષા થઈ ગઈ. આદત સામે આગાહી ખોટી પડી.


No comments:

Post a Comment

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...