#નેપથ્ય :: પતંગ - જીદંગીની પ્રેરણા
# નેપથ્ય :: પતંગ - જીદંગીની પ્રેરણા “” ન કિસી સે ઈર્ષા , ન કિસી સે હોડ ; મેરી અપની મંઝિલે ,મેરી અપની દોડ “”. સનાતન હિન્દૂ ધર્મમાં તહેવારોનું એક અનેરું મહત્વ છે. આપણા તહેવારો એ માત્ર મોજ , મસ્તી કે હર્ષોલ્લાસ પૂરતાં જ સીમિત નથી પરંતુ જીવનબોધ છે. જીવન જીવવાની જડીબુટ્ટી એ આપણા તહેવારો છે. કદાચ આ માટે જ હિન્દૂ ધર્મ અન્ય ધર્મ કરતા ચડિયાતો છે ઉતરાયણ - મકરસંક્રાંતિ એ માત્ર દાન ધર્મ કે પતંગની મોજ મજા કરવા પૂરતો જ સીમિત તહેવાર નથી. એ આપણને જીવન જીવવાની પ્રેરણા પુરી પડે છે.અડચણો કે પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવાની પ્રેરણા આપણને આ પર્વ શીખવાડી જાય છે પતંગ એ કાગળમાંથી બનેલો અને દોરીથી બંધાયેલો હોય છે. જેમ પતંગ માટે પવન અને પેચ આધાર છે એમ જીવન પણ સમય અને સંજોગ ને આધીન છે પતંગ ને ઉંચે ઉડવા માટે અનુકૂળ પવન એ આવશ્યક બાબત છે. જો પવન અનુકૂળ ન હોય તો પતંગ ચગાવવા માટે ખુબ જ મહેનત લાગતી હોય છે , અથાક પ્રયત્નો અને પરિશ્રમ કરવા પડતા હોય છે અને અંતે સાનુકૂળ પવને પતંગ ચગે જ છે , ચગ્યા વગર રહેતો નથી. આમ, જીવનમાં પણ ક્યારેક કપરા સમય અને પ્રતિકૂળ સંજોગો સામે પણ અથાક પ્રયત્નો કરીને જેમ નાના નાના ઠુમકા ...