Posts

Showing posts from December, 2020

ગીતા જયંતિ

Image
#ગીતા_જયંતિ માગશર સુદ અગ્યારસ એટલે મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી . આ દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના મુખથી ગીતા જ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે. ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે.  કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં બે પ્રચંડ સેનાઓની મધ્યમાં ફક્ત ૪૫ મિનિટમાં ભગવાને આ જ્ઞાન અર્જુનને આપ્યું હતું .  ભગવદગીતા સમજવા માટે વિદ્વાન હોવું એવી કોઈ લાયકાત નથી , ગીતામાં જ ચોથા અધ્યાયમાં ભગવાન જણાવે છે :      भक्तः असि मे सखा च इति रहस्यम् हि एतत् उत्तमम् ॥ " તું મારો ભક્ત છે અને મિત્ર છે તેથી આ ઉત્તમ રહસ્ય હું તને જણાવું છું.  'एकं शास्त्रं देवकीपुत्र गीतं' -     શાસ્ત્ર એક જ છે , જેનું ગાયન દેવકીપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ એ કર્યું. ગીતામાં સૌથી વધુ શ્રીકૃષ્ણ બોલ્યા છે. તેમણે 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન દ્વારા  મોહ અને વિષાદથી ગ્રસ્ત એવા નિરાશ અર્જુનનો મોહભંગ ભગવાન કરે છે. અંતમાં,અધ્યાય ૧૮ ના શ્લોક ૬...