Posts

Showing posts from May, 2019

સંગ તેવો રંગ

એક માણસે મરઘીના બચ્ચાના માળામાં ગરુડનું ઈંડું મૂકી દીધું. ઈંડું એમાં પાકવા લાગ્યું અને થોડા સમય બાદ ગરુડના બચ્ચાનો જન્મ થયો. બચ્ચું પોતાને મરઘી સમજીને મોટું થવા લાગ્યું. મરઘીનાં બીજાં બચ્ચાં જેમ કરે તેમ એ પણ કરવા માંડ્યું. મરઘીનાં બચ્ચાં વધારે ઊડી નહોતાં શકતાં એટલે એ પણ વધારે ઊંચે નહોતું ઊડતું. ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. ગરુડનું બચ્ચું મરઘીના બચ્ચા સાથે રહીને એમના જેવું જ બની ગયું હતું. એક દિવસ એ મરઘીના બચ્ચા સાથે જંગલમાં ફરવા નીકળ્યું હતું. એણે જોયું કે આકાશમાં એક ગરુડ  અદ્ભુત ઉડાન કરી રહ્યું હતું. એને સડસડાટ ઊંચે ઊડતું જોઈને એણે સાથેના મરઘીના બચ્ચાને પૂછ્યું, ‘અરે વાહ, આ પક્ષી તો જોરદાર ઊડે છે. આપણે પણ એવું ઊડવું હોય તો શું કરવું પડે ? એ પક્ષીનું નામ શું છે ?’ મરઘીના બચ્ચાએ જવાબ આપ્યો, ‘છાનુંમાનું બેસ, તું એના જેવું કદી ના ઊડી શકે. એ તો ગરુડ છે અને તું મરઘીનું બચ્ચું. તું તારી હેસિયતમાં રહે. ગરુડના વાદ ના કરાય તારાથી.’ ગરુડના બચ્ચાને જે જવાબ મળ્યો તે એણે ગાંઠે બાંધી દીધો અને પોતાની સાચી ઓળખ ના થવાને લીધે આખી જિંદગી મરઘીના બચ્ચા તરીકે જ વિતાવી દીધી. એ મરઘીના બચ્ચા તરીક...

રાજાઓની નબળાઇ

અકબરના દરબારમાં બિરબલ એક ઝગમગતી પાઘડી લઇને દાખલ થયો. અકબરને ગમી ગઇ. પૂછયું 'પાઘડીની શું કિંમત છે?' '૫૦૦ સોનામહોર હજૂર' બિરબલે કહ્યું. અબુલ ફઝલે અકબરના કાનમાં કહ્યું 'ગમે તેટલી સરસ હોય, પણ પાઘડીની કંઇ આટલી બધી કિંમત હોય? મૂરખ બનાવે છે!' બિરબલને અકબરે કહ્યું 'આટલી મોંઘી?' મુસ્કુરાઇને બિરબલે કહ્યું 'નામદાર, મને ખબર છે પણ આખી દુનિયામાં આપ જ એક શહેનશાહ છે, જેની તાકાત છે કે આ કિંમતે પાઘડી ખરીદી શકે!' અકબરે ખુશ થઇ હજાર સોનામહોરમાં પાઘડી લઇ લીધી .   બિરબલે અબુલ ફઝલના કાનમાં કહ્યું 'તમને પાઘડીની કિંમત ખબર હશે, પણ મને રાજાઓની નબળાઇ ખબર છે!'

#નેપથ્ય : ધીરજ - લાખ દુઃખો કી એક દવા

ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી વખતે સ્વભાવ પર કાબુ રાખવાની ક્ષમતા. લલાટે રેખાઓને ઘસવી પડી છે, ઘણી વેળાઓને હસવી પડી છે, ચકાસી છે ઘણી ધીરજ ધરીને, ઘણી આશાઓને કસવી પડી છે. - સાબિર પટવા ધીરજ,ધૈર્ય, Patience એ વર્તમાન સમયમાં સૌથી આવશ્યક ગુણ છે.સતયુગ થી લઈને હાલના ડીઝીટલ યુગ દરમ્યાન ધીરજ નું સવિશેષ મહત્વ રહ્યું છે.આપણા બધા જ ધર્મગ્રંથોમાં આ અંગે વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરાયો છે.જિંદગી જીવવાની જડીબુટ્ટી છે ધીરજ. આપણે સૌએ જીવનમાં કપરા સમયનો અનુભવ કર્યો હશે આવા સમયે કોઈ એકમાત્ર પ્રેરકબળ હોય તો એ છે ધૈર્ય.સારા કે ખરાબ સમયે,માન-અપમાન, પદ-પ્રતિષ્ઠા, યશ -કીર્તિ કે આર્થિક ,સામાજિક તથા રાજકીય ક્ષેત્રે દરેક જગ્યાએ ધીરજ એ ચાલકબળ છે.એ સતત આપણને આપણી જાત સાથે સંઘર્ષ કરવાનું શીખવે છે. મહાભારત,રામાયણ થી લઈને પંચતંત્રની વાર્તાઓ દ્વારા આપણે ધીરજ ધરવાનું મહત્વ જાણી શકીએ છીએ.જીવનના નબળા સમયે કેવી રીતે ટકી રહેવું એ આપણને આ કથાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે.આ ઉપરાંત આપણી આસપાસ એવા કેટલાય ઉદાહરણો મોજુદ છે જે સતત ધીરજ નુ જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાવે છે.જેમ કે કરોળિયો . કરોળિયો એ પોતાનું જાળું...