Expiry Date - સમય કે સાથ ભી , સમય કે બાદ ભી
જગતમાં આપણે સૌ એક નિશ્વિત સમયાવધિ લઇને આવ્યા છીએ. એ પછી મનુષ્ય હોય કે કોઇ પશુ પક્ષી હોય કે કોઇ ઘરવપરાશની વસ્તુ કે દવા હોય કે પછી કોઇ વાહન. આપણે સૌ આ નિયત સમય મર્યાદામાં પોતાનુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મોટાભાગે આપણે સૌ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓની Expiry Date જોતાં હોઇએ છીએ. આ સમયાવધિ પહેલાં જે તે ચીજવસ્તુઓ ઉપયોગમાં લઇ શકાય તેમ હોવાથી આપણે એ સમાયવધિ પૂર્ણ થાય તે અગાઉ તેનો ઉપયોગ કરી શકીએ છીએ.આવી જે રીતે Due Date હોય છે તે પૂર્ણ થાય એ અગાઉ જે તે બીલની ચૂકવણી કરવાની થતી હોય છે ત્યારબાદ તેના પર દંડની જોગવાઇઓ લાગુ કરવામાં આવતી હોય છે. આમ, Expiry Date / Due Date / Best Before Date એ સામાન્યતા દૈનિક જીવનમાં સમાઇ ગયેલ છે. પરંતુ આ વાત માત્ર ચીજવસ્તુઓ કે કોઇ બીલની ચુકવણી પુરતી જ નથી હોતી તે આપણા જીવનને પણ લાગુ પડે છે. આપણા સૌના જીવનની એક Due Date / Expiry Date પરમતત્વ દ્રારા નિયત કરવામાં આવી છે.આ તારીખની ચોક્ક્સ જાણ હોતી નથી પરંતુ એ તિથિ છઠ્ઠીનાં લેખ સાથે લખાઇ ગયેલી જરૂર હોય છે. જેમ Best Before Date હોય છે , એમ આપણે પણ આપણને મળેલ આ સમયાવધિ...
Comments
Post a Comment