આપણી તરફ
ચેતના, સંવેદના ને લાગણી તરફ, આપણે પાછા વળીએ આપણી તરફ. સર્વનાશી ક્ષણ પછીનો માનવીનો પ્રેમ, જો મળે તો હું ઢળું એ માગણી તરફ. તીર જેવાં તીક્ષ્ણ ચહેરાની લડાઈ આ, આંસુને પાછાં ધકેલો છાવણી તરફ. મુઠ્ઠી છોડો એક આલિંગન નજીક છે, હાથ ફેલાવી જુઓ એ તાપણી તરફ. બહુ થયું ઓછી કરો આ કાપણી હવે, હાથને વાળો હવે કોઈ વાવણી તરફ. -શ્યામલ મુનશી