માં બાપ - ભુલો ભલે બીજુ બધુ.....
આપણા જીવનકાળમાં અનેક પ્રકારનાં ઉપકારકો જોવા મળે છે. પરમાત્મા થી શરુ કરીને પ્રક્રુતિ સુધી અનેક પ્રકારે આપણે સૌ એમના આભારી છીએ. જેમાં સુર્ય ,વાદળ અને ધરતી આપણા પર ઉપકાર કરે છે. તો વૃક્ષો ફળદાન દ્રારા આપણા પર ઉપકાર કરે છે.આ પ્રકૃતિનાં આપણા પર ઉપકારો છે.આવી જ રીતે કેટલાંક જીવંત વ્યક્તિઓ પણ આપણા પર ઉપકાર કરતાં હોય છે. આ ઉપકારકો એટલાં અતુલનીય હોય છે કે જેમના ન હોવાથી આપણુ જીવન અધુરૂ કે સાવ સુનુ હોવાનુ આપણને અનુભવ થાય છે , આવા જીવંત વ્યક્તિત્વોમાં ઉપકારની દષ્ટીએ સર્વપ્રથમ આવે છે, આપણા માતા-પીતા. માટે જ શાસ્ત્રોમાં મા-બાપને દેવ સ્વરૂપ કહ્યા છે. “માતૃ દેવો ભવ: “ અને “ પિતૃ દેવો ભવ: “ આ ન કેવળ સુત્ર છે પણ ખરા અર્થમાં માતા-પીતાનું મહિમા મંડન છે. માતા-પીતાએ પરમ તત્વનાં અસ્તિત્વનો જીવંત પુરાવો છે. જગતમાં તમામ ઋણ કોઇનાં કોઇ સ્વરૂપે ચુકવી કે ઉતારી શકાય છે પરંતુ માતા-પીતાના ઉપકારો અને અન્ય જીવંત વ્યક્તિનાં ઉપકારો વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય છે. માતા-પીતા દ્રારા કરવામાં આવેલ ઉપકારએ આમંત્રણ વિનાનો હોય છે. જન્મથી લઇને મરણ સ...