Posts

Showing posts from 2024

માં બાપ - ભુલો ભલે બીજુ બધુ.....

આપણા જીવનકાળમાં અનેક પ્રકારનાં ઉપકારકો જોવા મળે છે. પરમાત્મા થી શરુ કરીને પ્રક્રુતિ સુધી અનેક પ્રકારે આપણે સૌ એમના આભારી છીએ. જેમાં સુર્ય ,વાદળ અને ધરતી આપણા પર ઉપકાર કરે છે. તો વૃક્ષો ફળદાન દ્રારા આપણા પર ઉપકાર કરે છે.આ પ્રકૃતિનાં આપણા પર ઉપકારો છે.આવી જ રીતે કેટલાંક જીવંત વ્યક્તિઓ પણ આપણા પર ઉપકાર કરતાં હોય છે. આ ઉપકારકો એટલાં અતુલનીય હોય છે કે જેમના ન હોવાથી આપણુ જીવન અધુરૂ કે સાવ સુનુ હોવાનુ આપણને અનુભવ થાય છે , આવા જીવંત વ્યક્તિત્વોમાં ઉપકારની દષ્ટીએ સર્વપ્રથમ આવે છે, આપણા માતા-પીતા. માટે જ શાસ્ત્રોમાં મા-બાપને દેવ સ્વરૂપ કહ્યા છે.           “માતૃ દેવો ભવ:  “  અને “ પિતૃ દેવો ભવ: “ આ ન કેવળ સુત્ર છે પણ ખરા અર્થમાં માતા-પીતાનું મહિમા મંડન છે.           માતા-પીતાએ પરમ તત્વનાં અસ્તિત્વનો જીવંત પુરાવો છે. જગતમાં તમામ ઋણ કોઇનાં કોઇ સ્વરૂપે ચુકવી કે ઉતારી શકાય છે પરંતુ માતા-પીતાના ઉપકારો અને અન્ય જીવંત વ્યક્તિનાં ઉપકારો વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય છે. માતા-પીતા દ્રારા કરવામાં આવેલ ઉપકારએ આમંત્રણ વિનાનો હોય છે. જન્મથી લઇને મરણ સ...

Expiry Date - સમય કે સાથ ભી , સમય કે બાદ ભી

જગતમાં આપણે સૌ એક નિશ્વિત સમયાવધિ લઇને આવ્યા છીએ. એ પછી મનુષ્ય હોય કે કોઇ પશુ પક્ષી હોય કે કોઇ ઘરવપરાશની વસ્તુ કે દવા હોય કે પછી કોઇ વાહન. આપણે સૌ આ નિયત સમય મર્યાદામાં પોતાનુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.       મોટાભાગે આપણે સૌ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓની Expiry Date જોતાં હોઇએ છીએ. આ સમયાવધિ પહેલાં જે તે ચીજવસ્તુઓ ઉપયોગમાં લઇ શકાય તેમ હોવાથી આપણે એ સમાયવધિ પૂર્ણ થાય તે અગાઉ તેનો ઉપયોગ કરી શકીએ છીએ.આવી જે રીતે Due Date હોય છે તે પૂર્ણ થાય એ અગાઉ જે તે બીલની ચૂકવણી કરવાની થતી હોય છે ત્યારબાદ તેના પર દંડની જોગવાઇઓ લાગુ કરવામાં આવતી હોય છે. આમ, Expiry Date / Due Date / Best Before Date એ સામાન્યતા દૈનિક જીવનમાં સમાઇ ગયેલ છે.      પરંતુ આ વાત માત્ર ચીજવસ્તુઓ કે કોઇ બીલની ચુકવણી પુરતી જ નથી હોતી તે આપણા જીવનને પણ લાગુ પડે છે.  આપણા સૌના જીવનની એક Due Date / Expiry Date પરમતત્વ દ્રારા નિયત કરવામાં આવી છે.આ તારીખની ચોક્ક્સ જાણ હોતી નથી પરંતુ એ તિથિ છઠ્ઠીનાં લેખ સાથે લખાઇ ગયેલી જરૂર હોય છે. જેમ Best Before Date હોય છે , એમ આપણે પણ આપણને મળેલ આ સમયાવધિ...

રાજાઓની નબળાઇ

    અકબરના દરબારમાં બિરબલ એક ઝગમગતી પાઘડી લઇને દાખલ થયો. અકબરને ગમી ગઇ. પૂછયું 'પાઘડીની શું કિંમત છે?' '૫૦૦ સોનામહોર હજૂર' બિરબલે કહ્યું. અબુલ ફઝલે અકબરના કાનમાં કહ્યું 'ગમે તેટલી સરસ હોય, પણ પાઘડીની કંઇ આટલી બધી કિંમત હોય? મૂરખ બનાવે છે!' બિરબલને અકબરે કહ્યું 'આટલી મોંઘી?' મુસ્કુરાઇને બિરબલે કહ્યું 'નામદાર, મને ખબર છે પણ આખી દુનિયામાં આપ જ એક શહેનશાહ છે, જેની તાકાત છે કે આ કિંમતે પાઘડી ખરીદી શકે!' અકબરે ખુશ થઇ હજાર સોનામહોરમાં પાઘડી લઇ લીધી.   બિરબલે અબુલ ફઝલના કાનમાં કહ્યું 'તમને પાઘડીની કિંમત ખબર હશે, પણ મને રાજાઓની નબળાઇ ખબર છે!'

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને કર્મયોગી એવા યુગદૃષ્ટા સ્વામી વિવેકનંદજીનો જન્મદિન. ૧૨ જાન્યુઆરી , રાષ્ટ્રીય યુવા દિન. સન ૧૮૫૭માં  અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે જ્યારે આ દેશના અનેક યુવાન ક્રાંતિકારીઓ ઝઝૂમી રહ્યા હતા ત્યારે ૧૮૬૩માં કલકત્તામાં આજના દીને માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દતને ત્યાં જન્મેલા દિવ્ય મહામાનવ નરેન્દ્ર  જેમને સૌ સ્વામી વિવેકનંદજીના નામે જાણે છે. બાળપણથી જ ધાર્મિક અને આધયાત્મિક વાતાવરણમાં મોટા થયેલ નરેન્દ્રમાં ત્યાગ અને માનવતા ગુણો વિકસ્યા હતા. તેમણે નાની વયે જ રામાયણ , મહાભારત,વેદ અને પુરાણોનો ગહન અભ્યાસ કર્યો હતો. સંત રામકૃષ્ણ પરમહંસના સંપર્કથી એમની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ.રામ કૃષ્ણ પરમહંસના તેઓ  શિષ્ય બની ગયા.માત્ર ૩૯ વર્ષની ટૂંકી જીવનયાત્રા દરમ્યાન એમણે કેટ કેટલું કાર્ય કરી બતાવ્યું ! હિંદુ ધર્મને જગતના અન્ય ધર્મોની હરોળમાં મુકીને વિશ્વ સમક્ષ હિંદુ ધર્મ,એના  સિધાંતો ,વેદાંત અને યોગ ઉપર પ્રવચનો કરીને આ વિષયના પ્રખર ચ...