રાજાઓની નબળાઇ

  અકબરના દરબારમાં બિરબલ એક ઝગમગતી પાઘડી લઇને દાખલ થયો. અકબરને ગમી ગઇ. પૂછયું 'પાઘડીની શું કિંમત છે?'

'૫૦૦ સોનામહોર હજૂર' બિરબલે કહ્યું.
અબુલ ફઝલે અકબરના કાનમાં કહ્યું 'ગમે તેટલી સરસ હોય, પણ પાઘડીની કંઇ આટલી બધી કિંમત હોય? મૂરખ બનાવે છે!'
બિરબલને અકબરે કહ્યું 'આટલી મોંઘી?' મુસ્કુરાઇને બિરબલે કહ્યું 'નામદાર, મને ખબર છે પણ આખી દુનિયામાં આપ જ એક શહેનશાહ છે, જેની તાકાત છે કે આ કિંમતે પાઘડી ખરીદી શકે!'
અકબરે ખુશ થઇ હજાર સોનામહોરમાં પાઘડી લઇ લીધી. બિરબલે અબુલ ફઝલના કાનમાં કહ્યું 'તમને પાઘડીની કિંમત ખબર હશે, પણ મને રાજાઓની નબળાઇ ખબર છે!'

Comments

Popular posts from this blog

લીટી

શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે.

કુંડેશ્વર મહાદેવ મંદિર , આબુરાજ