બનાસ નદી, બનાસકાંઠાની લોકમાતા
Banas River રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી… બનાસકાંઠાની લોકમાતા , આપણી બનાસ અજાણ્યાં અદ્ભુત રહસ્યોને પોતાના ઉદરમાં વહન કરનારા એ મહાસાગરો કરતાં તો મને વહાલી લાગે છે, મારી ઓળખીતી-પાળખીતી નદી '' બનાસ '' ... બનાસ લોકોની આશા, વહેતી બે કાંઠે નદી પર્ણાશા.... રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. બનાસ નદી(પર્ણાશા) કુંવારિકા છે. બનાસકાંઠામાં ઊતરી કચ્છના રણમાં પથરાઈ જાય છે. પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી.મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે. भारतवर्षस्थनदीपर्वतदेशानां विस्तरेण कथनम् ॥ 1 ॥ वे लोग यहां की जिन बड़ी-बड़ी नदियों के जल पीते हैं, उनके नाम बतात हुं, सुनिये सुनसां तमसा...