ગુરુ ઉપર કેમ ? શિષ્ય નીચે કેમ ? એ ક દિવસ એક શિષ્યએ પોતાના સદ્ગુરુને પૂછયું: 'ગુરુદેવ ! આપ જ્યારે પણ પ્રવચન આપો છો ત્યારે આપ ઊંચા સ્થાને બેસો છો, અને અમે સૌ શિષ્યો - શ્રોતાઓ નીચા સ્થાને બેસીએ છીએ. શું આ ભેદભાવ નથી લાગતો ? પ્રભુ માટે બધાં જ જીવો સમાન છે, છતા આપ કેમ આવું અંતર રાખો છો ? આપ ઊંચે બેસો, અને અમે નીચે બેસીએ આનાથી કેટલાક તો એવું પણ વિચારી શકે કે આપ આપને મહાન માનો છો, અને અમને શ્રોતાઓને હીન માનો છો તો આ શું યોગ્ય છે...?' શિષ્યના પ્રશ્નથી ગુરુદેવ ખડખડાટ હસવા લાગ્યા. તેમણે સસ્મિત કહ્યું: 'વત્સ ! તું ક્યારેય વરસતા વરસાદમાં ગયો છે...? વાદળનું પાણી ક્યારેય હાથમાં ઝીલ્યું છે...? - 'જી, ગુરુદેવ !' - 'અચ્છા, તો વરસતા વરસાદનું પાણી તેં હાથમાં કઇ રીતે ઝીલ્યું...?' - 'વાદળ ઉપરથી વરસતું હતું, અને હું નીચે ઊભો ઊભો તેને ઝીલતો હતો, તેમાં આકંઠ સ્નાન કરતો હતો !' ક્ષણાર્ધ વિરામ લઇ સદ્ગુરુ બોલ્યા: 'જો વાદળનું પાણી પીવું હોય અર્થાત્ હાથમાં ઝીલવું હોય તો નીચે જ રહેવું પડશે. વાદળ તો વરસાદ અવશ્ય વરસાવે છે, પણ તેનો લાભ જે તેની નીચે રહે છે, તેને જ થાય છે. વાદળની...