Posts

No short cut for success and hard work , continous efforts is primery objective.

Image
કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ, પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ. એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર, ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત… એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત. દલપતરામ

કુંડેશ્વર મહાદેવ મંદિર , આબુરાજ

Image
કુંડેશ્વર મહાદેવ , માઉન્ટ આબુના ગુરુ શિખરની નીચેના ભાગે , ઊત્રજ ગામ થી નજીક આવેલ આ પૌરાણિક મહાદેવજીનું સ્થાનક છે.અહી આસ્થા સાથે પ્રકૃતિના દર્શન થાય છે. આબુરાજ પર્વતમાં આવેલ આ મંદિર જવા માટે અસવા,ઉડવારિયા થઈને અંદાજે 7 કિમી જેટલા જંગલ વિસ્તારમાંથી જતા આ પવિત્ર મંદિર આવે છે.મંદિરની આસપાસમાં નાના ઝરણાં તેમજ ધોધ સાથે સાથે અનેક પ્રકારની વન ઔષધિઓ અહીંયા જોવા મળે છે.મોટા મોટા ઝાડ તેમજ પથ્થરો થી ઘેરાયેલું આ મંદિર જીવ ને શિવ સાથે મેળવે છે. આબુરાજમાં વસતા સાધુ મહાત્માઓના તપથી આ સ્થાનક પવિત્ર થયેલ છે. આસપાસના લોકો માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે.પક્ષીઓના કલરવ અને વાનર સેનાની હુપાહુપથી આસપાસનું વાતાવરણ મનમોહક બની રહે છે. કુંડેશ્વર મહાદેવ અહી શ્રદ્ધાની સાથે પ્રકૃતિનું સૌંદર્ય અનુભવાય છે.

રાષ્ટ્રીય યુવા દિન : ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન

Image
૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને કર્મયોગી એવા યુગદૃષ્ટા સ્વામી વિવેકનંદજીનો જન્મદિન. ૧૨ જાન્યુઆરી , રાષ્ટ્રીય યુવા દિન. સન ૧૮૫૭માં  અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે જ્યારે આ દેશના અનેક યુવાન ક્રાંતિકારીઓ ઝઝૂમી રહ્યા હતા ત્યારે ૧૮૬૩માં કલકત્તામાં આજના દીને માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દતને ત્યાં જન્મેલા દિવ્ય મહામાનવ નરેન્દ્ર  જેમને સૌ સ્વામી વિવેકનંદજીના નામે જાણે છે. બાળપણથી જ ધાર્મિક અને આધયાત્મિક વાતાવરણમાં મોટા થયેલ નરેન્દ્રમાં ત્યાગ અને માનવતા ગુણો વિકસ્યા હતા. તેમણે નાની વયે જ રામાયણ , મહાભારત,વેદ અને પુરાણોનો ગહન અભ્યાસ કર્યો હતો. સંત રામકૃષ્ણ પરમહંસના સંપર્કથી એમની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ.રામ કૃષ્ણ પરમહંસના તેઓ  શિષ્ય બની ગયા.માત્ર ૩૯ વર્ષની ટૂંકી જીવનયાત્રા દરમ્યાન એમણે કેટ કેટલું કાર્ય કરી બતાવ્યું ! હિંદુ ધર્મને જગતના અન્ય ધર્મોની હરોળમાં મુકીને વિશ્વ સમક્ષ હિંદુ ધર્મ,એના  સિધાંતો ,વેદાંત અને યોગ ઉપર પ્રવચનો કરીને આ વિષયના પ્રખર ચિંતક તરીકેની ખ્યાતિ  મેળવી. એમના ગુરુ રામ...

ગીતા જયંતિ

Image
#ગીતા_જયંતિ માગશર સુદ અગ્યારસ એટલે મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી . આ દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના મુખથી ગીતા જ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે. ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે.  કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં બે પ્રચંડ સેનાઓની મધ્યમાં ફક્ત ૪૫ મિનિટમાં ભગવાને આ જ્ઞાન અર્જુનને આપ્યું હતું .  ભગવદગીતા સમજવા માટે વિદ્વાન હોવું એવી કોઈ લાયકાત નથી , ગીતામાં જ ચોથા અધ્યાયમાં ભગવાન જણાવે છે :      भक्तः असि मे सखा च इति रहस्यम् हि एतत् उत्तमम् ॥ " તું મારો ભક્ત છે અને મિત્ર છે તેથી આ ઉત્તમ રહસ્ય હું તને જણાવું છું.  'एकं शास्त्रं देवकीपुत्र गीतं' -     શાસ્ત્ર એક જ છે , જેનું ગાયન દેવકીપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ એ કર્યું. ગીતામાં સૌથી વધુ શ્રીકૃષ્ણ બોલ્યા છે. તેમણે 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન દ્વારા  મોહ અને વિષાદથી ગ્રસ્ત એવા નિરાશ અર્જુનનો મોહભંગ ભગવાન કરે છે. અંતમાં,અધ્યાય ૧૮ ના શ્લોક ૬...

મૈયામેરુ ધામ , સમંડા તા.નલિયા જી. કચ્છ

Image
અબડાસા પેટા ચૂંટણી દરમ્યાન સમંડા ગામમાં આવેલ મૈયામેરૂ ધામમાં રાત્રિ રોકાણ કરેલ હતું.આ આશ્રમનું નિર્માણ ઉખેડા ગામના આગેવાન અને પૂર્વ સરપંચ શ્રી રણુભા સોઢા દ્વારા કરવામાં આવેલ છે. જેઓના દ્વારા ગામના  તમામ મંદિરોમાં રોજ સવારે નિત્ય પૂજા  અર્ચના કરવામાં આવે છે . અહીં તેમના કુળદેવી માલણ માતાજીના મંદિરની  સાથે સચ્ચિયાય માતાજી અને રણુજા ના રાજા બાબા  રામદેવ પીરનું મંદિર આવેલ છે.  આશ્રમમાં સ્થાનિક યુવા કાર્યકર ભાઈ Rajbha Sodha Samanda   અને પૂજારી દ્વારા દેખરેખ તેમજ સારસંભાળ લેવામાં આવે છે.સવારે 4 વાગ્યાથી જ આરતી અને આસપાસના તમામ મંદિરમાં દીવા તથા ફૂલ ચડાવવાના કામથી દિવસની શરૂઆત થાય. ત્યારબાદ  રોકાયેલ ભાવિકો માટે ચા નાસ્તાની સગવડ કરવામાં આવે છે. ખૂબ જ પ્રેમ અને આદરભાવ દ્વારા આવેલ સાધુ સંતો અને ભાવિકોની  અહી સેવા કરવામાં આવે છે.અહી વાર તહેવારે સુંદર ભજન સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવે છે. માતાના મઢ જતા નલિયા હાઇવે પર ઊખેડા ગામથી ડાબી બાજુએ 5 કિમી દૂર સમંડા ગામે આ આશ્રમ આવેલ છે.

વસ્તાનજી મહાદેવ : નાગની ફેણ પર આવેલ મંદિર

Image
વાસ્તનજી મહાદેવનું મંદિર આબુરાજ પર્વતમાળામાં ગુરુશીખરની નીચેના ભાગે ઇશરા ગામમાં આવેલ અતિ પૌરાણિક મંદિર છે.આબુરોડથી સ્વરૂપગંજ તરફ જતા ડાબી બાજુએ અંદાજે 20 કિમી જેટલું અંદર ઇશરા ગામ આવેલ છે. આ અતિ પૌરાણિક મંદિરની જગ્યામાં શમશેરગિરિજી મુની મહારાજે કઠોર તપ કરેલ છે.અહીં મુની મહારાજની પ્રતિમા જોવા મળે છે , આ પ્રતિમા મેં જોયેલ અન્ય પ્રતિમાઓ  કરતા થોડી વિશિષ્ટ પ્રકારની દેખાવમાં છે.મુની મહારાજનું મુખ થોડું ડાબી બાજુએ ઢળેલું જોવા મળે છે. સ્થાનિક પૂજારીજી જોડે સંવાદ કરતા જાણવા મળ્યું કે એક જ સ્થાને ભગવાન મહાદેવજી અને વિષ્ણુજીની પ્રતિમા જોવા મળતી હોય એવું આ એકમાત્ર પ્રાચીન મંદિર છે.અહી એક નાની ગુફામાં પ્રવેશ કરતા જ અવિસ્મરણીય અનુભવ થાય છે . આ મંદિરમાં પહેલા શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ વિષ્ણુજીની પૂજા કરાય છે.આ સાથે જ ગરુડ ભગવાનની પ્રતિમા પણ જોવા મળે છે . આ મંદિર ખરેખર અજોડ છે. પૌરાણિક વાર્તા પ્રમાણે  ભગવાન શિવજી એ 33 કરોડ દેવી દેવતાઓને આ સ્થળે આમંત્રણ આપીને બોલાવ્યા હતા.બધા જ દેવતાઓ અહીં આવ્યા હતા ભગવાન શિવ દ્વારા સૌની  આગ...

ધોની , સિર્ફ નામ હી કાફી હૈ!!!

Image
 ધોની એટલે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત. કેટલીય વાર હારની બાજી જીતમાં ફેરવવાની એની કળાએ ભારતીયોના દિલ જતી લીધા હતા.એ ફાઇનલમાં જોગિંદર શર્માને છેલ્લી ઓવર આપવાની વાત હોય કે પછી ઇશાંત શર્મા, રૈના, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા,યુઝવેન્દ્ર ચહલ, પંડ્યા બંધુઓને સતત મોટીવેટ કરીને 100% પરફોર્મન્સ આપવાની વાત હોય, બાંગ્લાદેશ સામેની ફાઇનલ મેચના ફાઇનલ બોલે ગલવ્ઝ વગર કિપિંગ કરવી એવી અનેક યાદોનો બુકે એટલે MSD. વર્તમાનમાં સ્થિતપ્રજ્ઞતા એટલે શું એનું ઉત્તમ ઉદાહરણ ધોની છે.દરેક પરિસ્થિતિમાં એક જ ભાવ ,  ન  ચહેરા પર કોઈ તણાવ કે ન બોડી લેંગ્વેજમાં કોઈ અસર.એ ટુર્નામેન્ટ જીતને ટ્રોફી સાથી ખેલાડીઓને સોંપી દીકરી જોડે રમવા જતો રહે અને ટુર્નામેન્ટની ફાઇનલ હારીને એજ કેપ્ટન ફૂલની જેમ પાછો પેવેલીયનમાં પરત ફરે. કેવી રીતે ટીમ બિલ્ડ કરવી અને કોનો ક્યાં સદુપયોગ કરવો એમાં સંપુર્ણ મહારથી એટલે જ ઘણીવાર એક્સપર્ટ પણ ચોંકી જતા અને પછી એ સફળ નિર્ણયની ફેવરમાં ડિબેટ પણ કરે. હેલિકોપ્ટર શોટ અને વિકેટ પાછળ સ્ટમપિંગ તથા રન આઉટ કરવાની સ્ટાઇલ લગભગ હવે જોવા નહીં મળે જ એવું માનવું રહ્યું.એના માટે હરહમેશ યાદ રહે...