Posts

રાજાઓની નબળાઇ

    અકબરના દરબારમાં બિરબલ એક ઝગમગતી પાઘડી લઇને દાખલ થયો. અકબરને ગમી ગઇ. પૂછયું 'પાઘડીની શું કિંમત છે?' '૫૦૦ સોનામહોર હજૂર' બિરબલે કહ્યું. અબુલ ફઝલે અકબરના કાનમાં કહ્યું 'ગમે તેટલી સરસ હોય, પણ પાઘડીની કંઇ આટલી બધી કિંમત હોય? મૂરખ બનાવે છે!' બિરબલને અકબરે કહ્યું 'આટલી મોંઘી?' મુસ્કુરાઇને બિરબલે કહ્યું 'નામદાર, મને ખબર છે પણ આખી દુનિયામાં આપ જ એક શહેનશાહ છે, જેની તાકાત છે કે આ કિંમતે પાઘડી ખરીદી શકે!' અકબરે ખુશ થઇ હજાર સોનામહોરમાં પાઘડી લઇ લીધી.   બિરબલે અબુલ ફઝલના કાનમાં કહ્યું 'તમને પાઘડીની કિંમત ખબર હશે, પણ મને રાજાઓની નબળાઇ ખબર છે!'

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને કર્મયોગી એવા યુગદૃષ્ટા સ્વામી વિવેકનંદજીનો જન્મદિન. ૧૨ જાન્યુઆરી , રાષ્ટ્રીય યુવા દિન. સન ૧૮૫૭માં  અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે જ્યારે આ દેશના અનેક યુવાન ક્રાંતિકારીઓ ઝઝૂમી રહ્યા હતા ત્યારે ૧૮૬૩માં કલકત્તામાં આજના દીને માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દતને ત્યાં જન્મેલા દિવ્ય મહામાનવ નરેન્દ્ર  જેમને સૌ સ્વામી વિવેકનંદજીના નામે જાણે છે. બાળપણથી જ ધાર્મિક અને આધયાત્મિક વાતાવરણમાં મોટા થયેલ નરેન્દ્રમાં ત્યાગ અને માનવતા ગુણો વિકસ્યા હતા. તેમણે નાની વયે જ રામાયણ , મહાભારત,વેદ અને પુરાણોનો ગહન અભ્યાસ કર્યો હતો. સંત રામકૃષ્ણ પરમહંસના સંપર્કથી એમની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ.રામ કૃષ્ણ પરમહંસના તેઓ  શિષ્ય બની ગયા.માત્ર ૩૯ વર્ષની ટૂંકી જીવનયાત્રા દરમ્યાન એમણે કેટ કેટલું કાર્ય કરી બતાવ્યું ! હિંદુ ધર્મને જગતના અન્ય ધર્મોની હરોળમાં મુકીને વિશ્વ સમક્ષ હિંદુ ધર્મ,એના  સિધાંતો ,વેદાંત અને યોગ ઉપર પ્રવચનો કરીને આ વિષયના પ્રખર ચ...

નરેન્દ્ર મોદી

चित्ते वाचि क्रियायांच साधुनामेक्रूपता ।। - साधु पुरुषो के मन, वचन व कर्म में समानता होती है.।     કંઈ એમ જ મોદી નથી થવાતું. સાહેબ હી સાહેબ હૈ. જન અને જનમાનસ બંને Connect કરતા જનપ્રિય જન્સેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબનું આજે અંબાજી RoadShow દરમ્યાન સ્થાનિકો દ્વારા જે રીતે સ્વાગત અભિવાદન થયું એ ખરેખર હૃદયસ્પર્શી છે.  જ્યાં વકતૃત્વ અને કર્તુત્વ બંને સમાન હોય ત્યાંરે જ જન , જનતા અને જનમાનસ પર પ્રભુત્વ પ્રાપ્ત થાય છે.   જ્યારે જ્યારે નરેન્દ્રભાઇ મોદીજીને મળતો પ્રેમ જોઈને विष्णु सहस्त्रनाम श्लोक १३ નો भीष्म युधिष्ठिर संवाद સ્મરણમાં આવી જાય. अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकघृक । सुमधा मेधजो धन्यः सत्यमेघा धराधरः ।।  - जिसे स्वयं के सम्मान की चिंता नहीं जो दूसरों का सम्मान करता है। इसी कारण सर्वमान्य होता है। वही समाज का नैतिक नेतृत्व प्राप्त करता है। ऐसे कार्यकर्ता मेधावी, धन्य, अपनी बात को योग्य रूप से रखने वाला तथा पृथ्वी की भांति सब को संभालने वाला होता है। - કૃણાલ ભટ્ટ, પાલનપુર  #વિકાસનો_વિશ્વાસ

વાર્તા

એક બિલાડીને ખાવા માટે ખીર આપવામાં આવી. બિલાડી ખીર ખાવાજ જતી હતી ત્યાં જ તેણે પાંજરામાં પકડાયેલા ઉંદરને જોયો. બિલાડીએ ખીર પડતી મૂકી અને પાંજરાની આજુબાજુ ફરવા લાગી. સહજ રીતે ખીર મળતી હતી તોય તેણે ઉંદર પર ઝપટ મારવાનો લોભ કર્યો. એવામાં એક કૂતરો સામેથી આવતો જોયો. હવે બિલાડીને જીવ બચાવ્યા સિવાય છૂટકો નો'તો. ના ઉંદર મળ્યો ના ખીર ! અને જીવ બચાવવા ત્યાંથી ભાગવું પડયું. સરળતાથી મળતું હોય તેને અવગણીને લોભમાં પડવાથી મળેલુંય જતું કરવું પડે છે.

બનાસ નદી, બનાસકાંઠાની લોકમાતા

Image
Banas River રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી…  બનાસકાંઠાની લોકમાતા , આપણી બનાસ અજાણ્યાં અદ્ભુત રહસ્યોને પોતાના ઉદરમાં વહન કરનારા એ મહાસાગરો કરતાં તો મને વહાલી લાગે છે, મારી ઓળખીતી-પાળખીતી નદી '' બનાસ '' ... બનાસ લોકોની આશા,  વહેતી બે કાંઠે નદી પર્ણાશા....       રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. બનાસ નદી(પર્ણાશા) કુંવારિકા છે.  બનાસકાંઠામાં ઊતરી કચ્છના રણમાં પથરાઈ જાય છે.       પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી.મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે. भारतवर्षस्थनदीपर्वतदेशानां विस्तरेण कथनम् ॥ 1 ॥  वे लोग यहां की जिन बड़ी-बड़ी नदियों के जल पीते हैं, उनके नाम बतात हुं, सुनिये सुनसां तमसा...

આપણી આદત

  છેલ્લા બે વરસથી વરસાદ પડયો નોતો. છતાં ઉનાળો ઉતરતાં જ એક ખેડૂત પોતાનું ખેતર ખેડી રહ્યો હતો. એ વખતે નારદમુનિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે જોયું કે પાંચ વરસ સુધી વરસાદ પડવાનો નથી એવી આગાહી થઈ હોવા છતાં આ ખેડૂત પોતાની જમીન ખેડી રહ્યો હતો. તેમણે જઈને ખેડૂતને પૂછયું- ''ભાઈ, તને ખબર છે કે હજુ ત્રણેક વરસ વરસાદ પડવાનો નથી એવી આગાહી થયેલી છે છતાં તુ આટલા આકરા તાપમાં નકામી મહેનત શા-માટે કરી રહ્યો છે ?'' ત્યારે ખેડૂતે કહ્યું ''નારદજી, તમારી વાત તો સાચી છે, પણ એ તો આગાહી કહેવાય. એક જાતની સૂચના કહેવાય ! સાચી પડેય ખરી-ના પણ પડે ! એમ વરસાદની રાહ જોઈને બેસી રહું તો-મારા આ હળને કાટ લાગી જાય. બળદો ખીલે ૂબંધાઈને બેઠા બેઠા આળસુ થઈ જાય. અને મારાં બાવડાંય રોજના અભ્યાસ વગર નબળાં થઈ જાય. હું તો મારી આદત પ્રમાણે ખેડવાનું કામ કરીશ પછી જેવી હરિની ઈચ્છા.'' નારદજી ત્યાંથી સીધા પહોંચ્યા દેવોના રાજા ઈન્દ્ર પાસે. તેમણે ખેડૂતના પુરૂષાર્થની વાત કરી. ઈન્દ્રએ પણ વિચાર્યુ. ''જો ધરતી પરનો એક ખેડૂત આદત પ્રમાણે તેનું કર્મ કરતો હોય તો મારે પણ મારા મેઘગણોને વાદળો બાંધી વરસવાની આદત યાદ અપ...

વટેશ્વર મહાદેવ , સિદ્ધપુર

Image
 વટેશ્વર મહાદેવ ,  સિદ્ધપુરથી ૬ કિમી દૂર દેથળી ગામે પૌરાણીક સ્વયંભૂ વટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે આધુનિક સુવિધા સજ્જ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.  વટેશ્વર મહાદેવ આ સ્થાનકે દધિચી ઋષિમુનિનું પ્રાચીન મૂર્તિ‌ સાથેનું મંદિર આવેલું છે. સાથે જ પવિત્ર સૂર્યકુંડ તેમજ પાંડવોનું આશ્રય સ્થાન આવેલું છે હજારો વર્ષ પૂર્વે અહીં દધિચી ઋષિએ તપ કર્યું હતું. અહીં પાંડવોના ગુપ્તવાસ દરમિયાન મહર્ષિ‌ વેદવ્યાસે બોધપાઠ આપ્યો હતો પાંડવો લક્ષાગ્રહમાંથી નીકળી દેથળી સરસ્વતી નદીને કિનારે આવેલ વટેશ્વર મહાદેવના સ્થાનકે આવ્યા હતા. અહીં પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી અને પાંચ ગુફાઓ બનાવી હતી. જે આજે પણ હયાત છે. જેમાં દ્રૌપદી અને કુંતામાતાનું દેવાલય આવેલુ છે.